July 27, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહ જિલ્લા પંચાયત દ્વારા તમામ ગ્રામ પંચાયતોને કચરાના નિકાલ માટે નવા વાહનો ઉપલબ્‍ધ કરાવાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21 : દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાની તમામ પંચાયત માટે કચરાના નિકાલ-વહન માટે નવા વાહનો ઉપલબ્‍ધ કરાવવામાં આવ્‍યા છે. આ તમામ વાહનોને આજે જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રી દામજીભાઈ કુરાડાના હસ્‍તે તમામ લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી.
આ અવસરે જિલ્લા પંચાયત મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્મા, જિ.પં. ઉપ પ્રમુખ શ્રીમતીવંદનાબેન પટેલ, ડી.પી.ઓ. શ્રી મિતેશ પાઠક અને ચૂંટાયેલ જન પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
અત્રે યાદ રહે કે, રૂબર્ન ક્‍લીનટેક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા દાનહ જિલ્લા પંચાયત ખાતે 6 નવી કચરાના નિકાલ માટે વાહનો પુરા પાડવામાં આવ્‍યા છે.

Related posts

ભારત સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલય દ્વારા સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવને આયુષ્‍માન ભારત યોજનામાં શ્રેષ્‍ઠ પ્રદર્શન માટે બે પુરસ્‍કારોની નવાજેશઃ સંઘપ્રદેશ

vartmanpravah

‘‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાનઃ કચરામાંથી કંચન બન્‍યું ધરમપુરનું બારોલિયા ગામ

vartmanpravah

ચીખલી તાલુકામાં કમોસમી વરસાદથી ખેતરોમાં ડાંગરના પુળીયા ભીંજાતા ખેડૂતોને ભારે નુકસાન

vartmanpravah

તા.01.01.2024 થી અમલમાં આવનારા દાદરા નગર હવેલી અને દમણ-દીવની લોકસભા મતદાર યાદીમાં કોઈ વાંધા-ફરિયાદ માટે 5 ડિસેમ્‍બરે મોટી દમણ કલેક્‍ટરાલયના સભાખંડમાં બેઠક

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન ઉપર રેલવે પાટા ક્રોસ કરતા લોકોને જાગૃત કરવા માટે યમદૂતનો નુક્કડ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણમાં વિવિધ મંડળો દ્વારા સ્‍થાપિત અઢી દિવસની શ્રીજીની મૂર્તિનું કરાયેલું વિસર્જન

vartmanpravah

Leave a Comment