September 11, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચલાથી ગુરુકુળ પાસે પિસ્‍તોલ વેચવા નિકળેલા બે યુવાનને પોલીસે ઝડપી પાડયા

ઝડપાયેલ રાકેશ વિશ્વનાથ સહાની અને અનિલ મેવાલાલ ગુપ્તા પાસે પિસ્‍તોલ સહિત 45 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: હાથ બનાવટના દેશી કટ્ટા (પિસ્‍તોલ) રાખવી બે યુવાનોને ભારે પડી હતી. એ.ઓ.જી.એ પેટ્રોલીંગ દરમિયાન ચલા સ્‍વામિનારાયણ ગુરુકુળ પાસેથી પિસ્‍તોલ વેચવાની ફિરાકમાં નિકળેલા બે યુવાનોને પિસ્‍તોલ વેચે તે પહેલા પોલીસે ઝડપી પાડયા હતા.
એસ.ઓ.જી. ટીમ ગતરોજ ચલા વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતી ત્‍યારે ચલા સ્‍વામિનારાયણ ગુરુકુળપાસેથી શંકાસ્‍પદ બે યુવાનોની પોલીસે પૂછપરછ કરી હતી. યુવાનોએ તેમની ઓળખ આપી હતી. રાકેશ ઉર્ફે મચ્‍છી વિશ્વનાથ સરાની ઉ.વ.40 રહે.ડાભેલ તળાવ ફળીયા દિવ્‍ય જ્‍યોતી સ્‍કૂલની પાસે તથા બીજો અનિલ મેવાલાલ ગુપ્તા ઉ.વ.32 રહે.ચલા સ્‍વામિનારાયણ ગુરુકુળ પાસે જણાવ્‍યું હતું. પોલીસે અંગજડતી કરતા દેશી બનાવટની પિસ્‍તોલ પાછળના ખિસ્‍સામાંથી મળી આવી હતી. જેની કિંમત રૂા.25 હજાર તથા બે મોબાઈલ કિંમત રૂા.200 મળી કુલ પોલીસે 45 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બન્ને આરોપી વિરૂધ્‍ધ આર્મ્‍સ એક્‍ટ હેઠળ વાપી ટાઉન પો.સ્‍ટે.માં એસ.ઓ.જી. કોન્‍સ્‍ટેબલ મોહંમદ સફી મનસુરીએ ફરિયાદ નોંધાવી હતી.

Related posts

વલસાડમાં ડેંગ્‍યુની બિમારીથી યુવતિએ જીવ ગુમાવ્‍યો

vartmanpravah

આજે શિક્ષક દિનઃ રાજ્‍ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે વલસાડ જિલ્લામાંથી એક માત્ર ખડકી પ્રા.શાળાના શિક્ષિકા ઈલાબેન પટેલની પસંદગી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં પીએમ મોદીએ ગતિ શક્‍તિ રાષ્‍ટ્રીય મિશનની કરેલી શરૂઆતના કાર્યક્રમને દમણ ખાતે અધિકારીઓ અને ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓએ જીવંત નિહાળ્‍યો

vartmanpravah

સંસ્‍કાર વિદ્યાપીઠ વાપી છરવાડા દ્વારા વી.આઈ.એ. હોલમાં શાનદાર એન્‍યુઅલ-ડેની ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા પંચાયત ચૂંટણીમાં કારોબારી અધ્‍યક્ષ પદનું ફરી મેન્‍ડેટ જાહેર કરવામાં આવતા વિવાદ

vartmanpravah

વાપીમાં ગ્રોથ ક્રાફટ ટ્રેનિંગ સોલ્‍યુસન તાલીમ સુવિધા કેન્‍દ્રનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment