Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના પાલણ ગામે ડમ્‍પર ચાલકે સાગમટે સાત થાંભલા તોડી નાખ્‍યા

સંજોગવસાત નજીકમાં પસાર થતી જીએસપીસી સેલની ગેસ
લાઈનમાં ભંગાણ પડયું હતું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વલસાડ પાસે આવેલ પાલણગામમાં આજે સવારે ડમ્‍પર ચાલકે સાત જેટલા વિજ થાંભલા તોડી પાડતા અફરાતફરી મચી ગઈ હતી તેમજ સમગ્ર વિસ્‍તારમાં અંધારપટ છવાઈ ગયો હતો.
વલસાડના પાલણ ગામ પાસે ચાલતા બુલેટ ટ્રેનની સાઈટ ઉપર મટેરીયલ ખાલી કરી પરત ફરી રહેલ ડમ્‍પરે સાત જેટલા વિજ થાંભલા ડમ્‍પરની ટ્રોલી અથડાતા તોડી પાડયા હતા. ઘટનાની જાણ થતા વિજ કંપનીએ નવા થાંભલા નાખવાની કામગીરી હાથ ધરી હતી. સંજોગ વસાત નજીકમાં પસાર થતી જીએસપીસીની ગેસ પાઈપ લાઈનમાં પણ ભંગાણ સર્જાયુ હતું. કંપનીએ ગેસ સપ્‍લાય બંધ કરી મરામતની કામગીરી હાથ ધરી હતી.

Related posts

ચીખલી તાલુકામાં ભાજપની અલ્પકાલીન વિસ્તાર યોજનાનો પ્રારંભ

vartmanpravah

દીવના નાગવા બીચ ખાતે ફાયર બ્રિગેડનું એક પેટા મથક બનાવવું ખાસ આવશ્‍યક

vartmanpravah

કૃષિ યુનિવર્સિટી નવસારી સંલગ્ન કૃષિ પ્રાયોગિક કેન્‍દ્ર, પરીયા ખાતે ‘‘ટેક્‍નોલોજી સપ્‍તાહ”ની ઉજવણી થઈ

vartmanpravah

દમણ-દીવના વન વિભાગમાં ફોરેસ્‍ટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ માહ્યાવંશીને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

શનિવારે દાદરા નગર હવેલીમા ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

હવેલી ઈન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચની ટીમે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલી નેશનલ મૂટ કોર્ટ સ્‍પર્ધામાં મેળવેલું ત્રીજું સ્‍થાન

vartmanpravah

Leave a Comment