December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી એલ.જી. હરિયા સ્‍કૂલના વિદ્યાર્થીઓ આંતર શાળા સુડોકુ સ્‍પર્ધામાં ઝળક્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: સેલવાસ ખાતે આવેલી આલોક પબ્‍લિક સ્‍કૂલ દ્વારા આંતર શાળા સડોકુ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટિપર્પઝ સ્‍કૂલનો ધોરણ આઠનો વિદ્યાર્થી પિયુષરાઠોડ ગૃપ-1માં પ્રથમ ક્રમે રહ્યો હતો. જ્‍યારે ગૃપ-2માં ધોરણ નવની વિદ્યાર્થીની શાલ્‍વી કુશવાહાએ પણ પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્‍યું છે. આથી ઓવરઓલ ચેમ્‍પિયન ટ્રોફી શાળાને મળતા શાળા પરિસરમાં આનંદની લહેર છવાઈ ગઈ હતી. શાળાના મેનેજમેન્‍ટ અને આચાર્યા શ્રીમતી બિન્ની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓને તેમજ તેમની માર્ગદર્શક ટીમને મેળવેલ સફળતા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

દમણ જિલ્લાના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા ડેન્‍ગ્‍યુના નિવારણ અને નિયંત્રણ અંગે જાગૃતિ વધારવા માટે સેમિનાર યોજાયો

vartmanpravah

શિક્ષક દિવસના ઉપલક્ષમાં ગુજરાત ટેક્‍નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા દમણની સરકારી પોલિટેકનિકના વિભાગાધ્‍યક્ષ ડૉ. રાકેશકુમાર ભૂજાડેની ટેક-ગુરૂના એવોર્ડથી કરાયેલું સન્‍માન

vartmanpravah

વાપી આશાધામ સ્‍કૂલરોડ ઉપર યુવાનનો રીક્ષામાં જોખમી સ્‍ટંટ : અવર જવરમાં જોખમ ઉભુ કર્યું

vartmanpravah

આદિવાસી વિસ્‍તારનું નામ ગુંજતુ કરતી કપરાડાની શબરી છાત્રાલય, છેલ્લા 30 વર્ષમાં 3500 દિકરીઓ મફત શિક્ષણ મેળવી સફળતાના શિખરે પહોંચી

vartmanpravah

ચીખલીમાં રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ પર ગટરોનું કામ કરાયું પણ માટી પુરાણ કરવાનું જ ભૂલાઈ ગયું!

vartmanpravah

દાનહમાં ત્રણ ઇંચથી વધુ વરસાદઃ શાકભાજીના પાકને નુકસાન

vartmanpravah

Leave a Comment