Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નગરપાલિકામાં પ્રાદેશિક કમિશ્નર ડો.ડી.ડી. કાપડિયાની ઉપસ્‍થિતિમાં પુરગ્રસ્‍ત વિસ્‍તારમાં કામગીરી કરનાર સફાઈ કામદારોનું કરાયું સન્‍માન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: વાપી નગરપાલિકા દ્વારા ‘સ્‍વછતા હી સેવા’ પખવાડિયા અંતર્ગત સુરત ઝોન પ્રાદેશિક કમિશ્નરશ્રી, ડૉ. ડી.ડી. કાપડિયાની ઉપસ્‍થિતિમાં પૂરગ્રસ્‍ત વિસ્‍તારમાં કામગીરી કરનાર સફાઈ કામદારોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. હાલમાં ‘સ્‍વછતા હી સેવા’ અંતર્ગત ચાલી રહેલ સફાઈ અભિયાન અંતર્ગત પ્રાદેશિક કમિશ્નરશ્રી સુરત કે જેઓ વાપી નગર પાલિકાની મુલાકાતે પધાર્યા હતા. ચીફ ઓફિસર શ્રી શૈલેષ પટેલે સ્‍વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે ડૉ. ડી.ડી. કાપડિયા તથા મહાનુભાવોના હસ્‍તે થોડા દિવસ અગાઉ ભરૂચ અને અંકલેશ્વર પૂરગ્રસ્‍ત વિસ્‍તારમાં સફાઈકામગીરી કરનાર દરેકને સન્‍માનપત્ર ઉપરાંત પુરુષ સફાઈ કામદારોને શાલ તથા મહિલા કામદારોને સાડી આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કાશ્‍મીરાબેન શાહે અગાઉ સફાઈ કામદારોએ વલસાડ ખાતે પણ પૂર વખતે કરેલ સફાઈ કામગીરી યાદ કરીને એમને બિરદાવ્‍યા હતા. પ્રાદેશિક કમિશ્નરશ્રી સુરત ડૉ. ડી.ડી. કાપડિયાએ પોતે ભરૂચ અને અંકલેશ્વર વિસ્‍તારના પૂરગ્રસ્‍ત વિસ્‍તારમાં કરેલ નિરીક્ષણ દરમ્‍યાન કામદારોની કામગીરી સારી હોવાની પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમમાં ઉપપ્રમુખ શ્રી અભયભાઈ શાહ, બાંધકામ ચેરમેન શ્રી જયેશભાઈ કંસારા, પાણી સમિતિ ચેરમેન શ્રી કૌશિકભાઈ પટેલ તથા પાલિકાના ચેરમેનશ્રીઓ, સભ્‍યશ્રીઓ અને કર્મચારીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ ઓફિસ સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ શ્રી રિતેશ વાળંદે કરી હતી.

Related posts

ચીખલી તાલુકાના પીપલગભણમાં પાણી પુરવઠા (વાસ્‍મો)માં ખદબદી રહેલા ભ્રષ્‍ટાચારનો બહાર આવેલો રેઢિયાળ કારભાર

vartmanpravah

ભામટી પ્રગતિ મંડળે મહા પરિનિર્વાણ દિન નિમિત્તે પુષ્‍પાંજલિ અર્પિત કરી ડો.બાબાસાહેબ આંબેડકરને આપેલી શ્રધ્‍ધાંજલિ

vartmanpravah

દિવાળીના તહેવારને અનુલક્ષી દીવ જિલ્લામાં મિઠાઈ સહિતની ખાદ્યસામગ્રીની દુકાનોમાં તંત્ર દ્વારા હાથ ધરાયેલું ચેકિંગઅભિયાન

vartmanpravah

દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલોએ શેરડીના ભાવો જાહેર કર્યા

vartmanpravah

પારડીના ધારાસભ્‍ય અને કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ અમૃત કળશ યાત્રા લઈ પારડી ખાતે પધાર્યા

vartmanpravah

દમણના 24 ગામો અને ન.પા.ના 15 વોર્ડમાં પૂજીત અક્ષત પહોંચાડવાની આર.એસ.એસ. અને વી.એચ.પી.એ શરૂ કરેલી કામગીરી

vartmanpravah

Leave a Comment