December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિની પ્રભારીઓની ઉપસ્‍થિતિમાં યોજાયેલ કારોબારી સમિતિની બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણી અંગે થયેલી ચર્ચા-વિચારણા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.25: ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિની પ્રભારીઓની ઉપસ્‍થિતિમાં યોજાયેલ કારોબારી સમિતિની બેઠકમાં સંગઠનના માળખા અંગે આગેવાનોના અભિપ્રાય મેળવી આગામીલોકસભાની ચૂંટણી અંગે વિસ્‍તાર પૂર્વક ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
બેઠક બાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખપદે શૈલેષ પટેલને યથાવત રાખવા માટેના મહત્તમ આગેવાનોના અભિપ્રાય વચ્‍ચે તેમને બદલવાની અટકળોનો અંત આવ્‍યો હોવાનું કોંગ્રેસ વર્તુળમાં ચર્ચા ઉઠવા પામી છે.
ચીખલીમાં જિલ્લા કોંગ્રેસના પ્રભારી અને પૂર્વ સાંસદ કિશન પટેલ, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ આઈ.સી.પટેલ, અગ્રણી સિધ્‍ધાર્થભાઈ દેસાઈ, ખેરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શશીનભાઈ પટેલ સહિતઓની ઉપસ્‍થિતિમાં યોજાયેલ બેઠકમાં સંગઠન બાબતે કાર્યકરોના અભિપ્રાયો જાણી સંગઠનનો વ્‍યાપ વધારી મજબૂત બનાવવા અંગે વિસ્‍તારપૂર્વક ચર્ચા કરી આગામી લોકસભાની ચૂંટણીની તૈયારી અંગે પણ વિચારણા કરાઈ હતી. આગામી ચૂંટણીમાં મોંઘવારી, રોજગારી, ઓબીસી, એસટી સહિતના મુદ્દાઓ પર ભાજપને દોરવાની વ્‍યૂહરચના પર પણ ચર્ચા કરાઈ હતી.

Related posts

વાપી યુવા કોંગ્રેસએ વોર્ડ નં.8 નાઝાબાઈ રોડના નવિન આર.સી.સી. રોડની મંથરગતિ કામગીરી અંગે આવેદન પાઠવ્‍યું

vartmanpravah

દમણ-દાનહમાં સતત વરસી રહેલો ધોધમાર વરસાદઃ દાનહમાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબક્‍યો

vartmanpravah

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓની ખોખો ટીમ યુનિ. ઈન્‍ટર ઝોનલમાં પસંદગી થઈ

vartmanpravah

દીવ સરકારી કોલેજ તથા બુચરવાડા નવોદય વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને ફાયર સેફટીની તાલીમ અપાઈ

vartmanpravah

મુંબઈના ઊંડા દરિયામાં ડુબી ગયેલ દીવની ‘શિવ સુંદર’ નામની બોટને યુવા જાગૃત માછીમારોએ ભારે મહેનત બાદ બહાર કાઢી

vartmanpravah

વલસાડ જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ-2024નો પ્રારંભ

vartmanpravah

Leave a Comment