Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મોતીવાડામાં 20 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.03: પારડી તાલુકાના મોતીવાડા કળષ્‍ણ કુંજ વિહાર ઘર નંબર 206 બીજા માળે રહેતા ઉદય કાંશીરામ બોહરા ઉંમર વર્ષ 20 જેકસન કંપનીમાં નોકરી કરી પોતાના માતા પિતા અને ભાઈ સાથે સંયુક્‍ત કુટુંબમાંરહી જીવન ગુજારતો હતો.
તારીખ બીજી માર્ચ 2023 ના રોજ ઘરે કોઈ ન હોય ઉદયે ઘરના આગળના રૂમમાં પંખા ના હુક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું.
સાંજે ચાર વાગે વેલસ્‍પન કંપનીમાં કામ કરતી માતા સોનલ ઘરે પરત આવી વારંવાર બૂમ પાડવા છતાં દરવાજો ન ખોલતા તેણે બાજુના ઘરમાંથી પોતાના ઘરમાં પ્રવેશ કરી જોતા ઉદય ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોવા મળતા તેણે દરવાજો ખોલી આજુબાજુ બોલાવી ઉદયને નીચે ઉતારી જોતા ઉદય મરણ પામ્‍યો હોય એમ્‍બ્‍યુલન્‍સ વડે એને પારડી સરકારી હોસ્‍પિટલ ખાતે લઈ જવામાં આવ્‍યો હતો.
વાપી ખાતે રહેતી ઉદયની બહેન ઉર્મિલા હાર્દિકભાઈ પટેલે ફરિયાદ આપતા જણાવ્‍યું હતું કે છેલ્લા છ મહિનાથી શ્રેયા સિંઘ નામની એક યુવતી સાથે ઉદયને પ્રેમ સંબંધ હતો અને અઠવાડિયા દરમિયાન બંને વચ્‍ચે અણબનાવ બનતા પ્રેમ સંબંધ તૂટી ગયેલ હોય જેને કારણે ઉદયને મનમાં ખોટું લાગી આવતા ગળે ફાંસો કઈ જીવન ટૂંકાવ્‍યું છે.
પારડી પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. આર.પી. ડોડીયાએ બનાવ અને ફરિયાદને ધ્‍યાને લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

થ્રીડી પ્રદેશ ભાજપ સચિવ જીજ્ઞેશભાઈ પટેલ અને ઘેલવાડના સરપંચ હિતાક્ષીબેન પટેલે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસની આનંદ ઉત્‍સાહ સાથે નવતર રીતે કરેલી ઉજવણી

vartmanpravah

સ્‍વામી વિવેકાનંદ ઓડીટોરિયમમાં દમણ જિલ્લાના પંચાયત પ્રતિનિધિઓ માટે ત્રિ-દિવસીય તાલીમ સહ વર્કશોપના સેમિનારનો આરંભ

vartmanpravah

દાનહના બોન્‍તા ગામે શનિધામ ખાતે શનિ અમાવસ્‍યાની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah

પારડીના વિપુલ પાર્કના બંધ ફલેટમાંથી આશરે બે લાખના દાગીનાની ચોરી

vartmanpravah

જીએનએલયુ-સેલવાસ કેમ્‍પસના આરંભ પાછળ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દૂરંદેશી અને અથાક પરિશ્રમઃ જીએનએલયુ ડાયરેક્‍ટર પ્રો. (ડૉ.) શાંથાકુમાર

vartmanpravah

સરીગામના અગ્રણી રાકેશ રાયે સેવાભાવી કામગીરી સાથે ઉજવેલો જન્‍મદિવસ

vartmanpravah

Leave a Comment