Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજમાં નવરાત્રી નિમિત્તે રાસ-ગરબાનો કાર્યક્રમ યોજાયો

સુંદર રાસ-ગરબાની પ્રસ્‍તુતિ કરનારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ગ્રુપને સંસ્‍થાના પ્રમુખ ફત્તેહસિંહ ચૌહાણ અને તેમના ધર્મપત્‍નીના હસ્‍તે રોકડ રકમ આપી કર્યા પ્રોત્‍સાહિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11: દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે આવેલી શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કૉલેજ ઑફ કૉમર્સ અને સાયન્‍સમાં શક્‍તિ ઉપાસનાના તહેવાર નવરાત્રિના અવસરે 9 ઑક્‍ટોબર, 2024ના બુધવારના રોજ ખૂબ જ આનંદ-ઉત્‍સાહ અને ધામધૂમથી સાંસ્‍કળતિક રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમની શરૂઆત સાંજે 7:30 કલાકે અંબા માતાની આરતીથી કરવામાં આવી હતી. ત્‍યારબાદ ગરબા નૃત્‍યના ધમાકેદાર પ્રદર્શને શ્રોતાઓને મંત્રમુગ્‍ધ કર્યા હતા. આ પ્રસ્‍તુતિઓમાં વિદ્યાર્થીઓના અલગ અલગ ત્રણ જૂથોએ ‘ગ્રુપ ગરબા’ સ્‍પર્ધામાં ભાગ લીધો હતો. વિજેતા ગ્રુપને ટ્રોફી સાથે 1100 રૂપિયાનું રોકડ ઈનામ આપવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે શિક્ષકોની ભાગીદારી પણ પ્રશંસનીય રહી હતી. જેમાં શિક્ષકોએ બે મુખ્‍ય નૃત્‍ય પ્રસ્‍તુતિઓમાં ભાગ લીધો હતો, જેમાંથી પ્રથમ ગરબાની વિશેષ રજૂઆત અને બીજી તલવાર રાસની હતી. તલવાર રાસની આભવ્‍ય પ્રસ્‍તુતિને સૌએ ખૂબ વખાણી હતી જેમાં પરંપરાગત રાજપૂતી પોશાકમાં શિક્ષકોએ શાષા પૂજા બાદ ગરબા અને તલવાર રાસ રજૂ કર્યા હતા. શિક્ષકોને તેમની વિશેષ રજૂઆત માટે લાયન્‍સ ક્‍લબ ઓફ સેલવાસ ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ શ્રી ફત્તેહસિંહ ચૌહાણના ધર્મપત્‍ની શ્રીમતી ગીતાબા વતી, તલવાર રાસ માટે રૂા. 5000નું રોકડ ઇનામ આપવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમમાં લાયન્‍સ ક્‍લબ ઓફ સેલવાસ ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ શ્રી ફતેસિંહ ચૌહાણ સહિત ઉપ પ્રમુખ શ્રી અનંતરાવ ડી. નિકમ, જોઈન્‍ટ સેક્રેટરી શ્રી જયેન્‍દ્રસિંહ રાઠોડ, કારોબારીના અન્‍ય સભ્‍યો ઉપરાંત શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સના ઈન્‍ચાર્જ પ્રિન્‍સિપાલ ડૉ. સીમા પિલ્લઈ, ઈન્‍ચાર્જ ડેપ્‍યુટી પ્રિન્‍સિપાલ ડૉ. જ્‍હાનવી આરેકર, હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઑફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચના પ્રિન્‍સિપાલ ડૉ. શિલ્‍પા તિવારી, એકેડેમિક કાઉન્‍સિલના વડા ડૉ. નિશા પરીખ અને લાયન્‍સ ઈંગ્‍લિશ સ્‍કૂલના પ્રિન્‍સિપાલ શ્રીમતી નિરાલી પારેખ અને વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
સંસ્‍થાના પ્રમુખ શ્રી ફત્તેહસિંહ ચૌહાણના પરિવાર અને અન્‍ય વિશેષ મહેમાનોની ઉપસ્‍થિતિએ કાર્યક્રમને વધુ વિશેષ બનાવ્‍યો હતો. કાર્યક્રમના અંતે ઓપન ગરબાનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્‍સાહભેરભાગ લીધો હતો.

Related posts

દીવમાં લાંગરેલી બોટમાં ગત રાત્રીએ લાગેલી આગઃ બંને બોટ બળીને ખાખ: ડેપ્‍યુટી કલેક્‍ટર શિવમ મિશ્રાએ આગની ઘટના બાબતે વણાંકબારા ખાતે બોટ માલિકો સાથે યોજેલી સમીક્ષા બેઠક

vartmanpravah

દાનહ અને દમણમાં ચોમાસાની તૈયારી સંદર્ભે કંટ્રોલરૂમ શરૂ કરાયો

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન પ્રતિનિધિ મંડળે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની લીધેલી મુલાકાત

vartmanpravah

સીઈઓની કારણદર્શક નોટિસ : દાનહઃ ખરડપાડા ગ્રા.પં.ના ૬ જેટલા સભ્યોનું સભ્યપદ શા માટે રદ્ નહીં કરવું?

vartmanpravah

દાનહ ચૂંટણી વિભાગ દ્વારા મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા કરાયેલી અપીલ

vartmanpravah

Leave a Comment