Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના ગામોમાં દીપડાની દહેશત વચ્ચે દીપડો મોઢામાં શિકાર લઈને ફરતો હોય તેવો વિડીયો વાયરલ થતા લોકોમાં ગભરાટનો માહોલ 

સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો બાબતે ચીખલી વન વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ આ વીડિયો બામણવેલ-પોકડા માર્ગનો હોવાનો ઉલ્લેખ કરાયો છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.18: ચીખલી તાલુકાના સાદકપોર ગામે દીપડાએ હાહાકાર મચાવ્‍યા બાદ સાદકપોર નજીક આવેલ પીપલગભણ ગામમાં પણ દિપડો નજરે પડ્‍યો હતો. હાલે સોશ્‍યલ મીડિયામાં દીપડાનો વિડીયો વાયરલ થયો છે. તેમાં રાત્રી દરમ્‍યાન દીપડો તેના મોઢામાં કોઈ શિકારને દબોચી માર્ગ પરથી પસાર થઈ ઝાડી-ઝાખરામાં જતો નજરે પડી રહ્યો છે. આ રસ્‍તો બામણવેલ-ખૂંધ-પોકડાં માર્ગનો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે. જોકે વન વિભાગ દ્વારા આ વીડિયો કયાંનો છે તેની પુષ્ટિ કરવામાં આવી ન હતી.
વન વિભાગ દ્વારા સાદકપોરના પહાડ ફળીયામાં બે,ચાડીયા અને હાઈસ્‍કૂલ પાસે એક-એક તેમજ ખુડવેલ, પીપલગભણ અને દેગામમાં મળી કુલ સાતેક જેટલા પાંજરા ગોઠવવામાં આવ્‍યા છે.
તાલુકાના સાદડવેલ ગામના સોનારીયાના નવા ફળીયા વિસ્‍તારમાં દીપડો સ્‍થાનિકોને નજરે ચઢતા આ અંગેની જાણ શૈલેષભાઈએ કરતા વનવિભાગ દ્વારા ત્‍યાં પણ પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી. આમ સંખ્‍યાબંધ ગામોમાં દીપડાની અવર જવર વધતા લોકોની મુશ્‍કેલી વધવા પામી છે. સાથે વનવિભાગનો સ્‍ટાફ દોડતો થઈ જવા પામ્‍યો છે.

લેપર્ડ પાર્ક બનાવવાની વિચારણા થઈ હતી. પરંતુ આજદિન સુધી તેમાં કોઈ પ્રગતિ થઈ નથી. ત્‍યારે લોકો અને લોકોના જાનમાલની સલામતી માટે વન વિભાગ દ્વારા લેપર્ડ પાર્ક બનાવવાની દિશામાં આયોજન કરાય તે જરૂરી છે.

ડાંગ દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષક રવિ પ્રસાદના જણાવ્‍યાનુસાર ડાંગ જિલ્લામાં લેપર્ડ પાર્ક બનાવવાની યોજના હાલે હોલ્‍ડ પર છે. અને જગ્‍યાનું પણ ફાઈનલ થયેલ નથી. અને આ બાબતે હાલે કોઈ કામગીરી થયેલ નથી.

Related posts

વલસાડ જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા સ્‍પર્ધા માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

ટિકિટની કાળાબજારી કરનારાઓ પર રેલવેની લાલ આંખ, એક વર્ષમાં આટલાં લોકોની કરી ધરપકડ

vartmanpravah

મંત્રી મુકેશભાઈ પટેલના હસ્‍તે વાંસદા નેશનલ પાર્કમાં ‘‘વન્‍ય પ્રાણી સારવાર કેન્‍દ્ર”નું લોકાર્પણ કરાયું

vartmanpravah

જેસીઆઈ નવસારીના પ7મા સ્‍થાપના દિનની ઉજવણી પ્રસંગે જેસીઆઈ નવસારીના નવા પ્રમુખ તરીકે હાર્દિક પટેલની વરણી કરાઈ

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા સોના-ચાંદીની લૂંટના ત્રણ આરોપીની કરાયેલી ધરપકડ

vartmanpravah

ધરમપુરના બામટીમાં હૃદય રોગ નિવારણ અભિયાન હેઠળ યોગ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment