Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના ઉદ્યોગપતિઓએ ‘વાયબ્રન્‍ટ ગુજરાત સમિટ ઓફ સક્‍સેસ’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્‍યું

વાપી, સરીગામ, પારડી અને ગુંદલાવ જીઆઈડીસીમાં ઔદ્યોગિક એકમોના અગ્રણીઓએ કાર્યક્રમને માણ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.27: રાજ્‍યના તત્‍કાલીન મુખ્‍યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ વર્ષ 2003માં પ્રથમ વાર વાઈબ્રન્‍ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવી હતી. જેના થકી રાજ્‍યમાં સ્‍થાનિક અને આંતરરાષ્‍ટ્રીય રોકાણકારોને લાવવામાં સફળતા મળતા દેશની પ્રથમ ગ્‍લોબલ ઈન્‍વેસ્‍ટર્સ સમિટના 20 વર્ષ પૂર્ણ કરનાર ગુજરાત રોલ મોડલ તરીકે ઉભરી આવ્‍યું છે. આ બે દાયકાની અદ્‌ભૂત સફરનીઉજવણીનો સમારોહ બુધવારે અમદાવાદ સાયન્‍સ સિટી ખાતે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી, રાજ્‍યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં યોજાયો હતો. આ સમારોહનું જીવંત પ્રસારણ વલસાડ જિલ્લાની વાપી, સરીગામ, પારડી અને ગુંદલાવ જીઆઈડીસીના ઉદ્યોગપતિઓએ નિહાળ્‍યું હતું.
વાપીના વીઆઈએ હોલમાં અંદાજે 100 જેટલા ઉદ્યોગપતિઓએ વડાપ્રધાનશ્રીની ઉપસ્‍થિતિમાં યોજાયેલા આ સમારોહને નિહાળ્‍યો હતો. જ્‍યારે સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન હોલ ખાતે વાઈબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ સમિટના 20 વર્ષની ઉજવણીના સમારોહને સવારે 10 થી બપોરે 12.30 સુધી સભ્‍યોએ ઓનલાઈન માણ્‍યો હતો. જિલ્લાની તમામ જીઆઈડીસીઓમાં ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રતિનિધિઓ અને નોટિફાઈડ એરીયાના અધિકારીઓ અને ઔદ્યોગિક એકમોના અગ્રણીઓએ ઉપસ્‍થિત રહી ‘‘વાયબ્રન્‍ટ ગુજરાત સમિટ ઓફ સકસેસ” કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્‍યું હતું. જ્‍યારે જિલ્લાની જીઆઈડીસીના એસોસિએશનના પ્રમુખ અને હોદ્દેદારો આ કાર્યક્રમને નિહાળવા માટે અમદાવાદ પહોંચ્‍યા હતા. આ સિવાય મોટે ભાગના ઉદ્યોગપતિઓએ મોબાઈલમાં લાઈવ કાર્યક્રમ નિહાળ્‍યો હતો.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ સીબીએસઈ સ્‍કૂલ સલવાવ વાપીનું ધો. 10 અને 12નું 100% પરિણામ

vartmanpravah

દાદરાઃ ઘરમાં ઘુસી મારામારી કરી મોબાઈલ અને રોકડ રકમની લૂંટ કરનાર આરોપીની કરાયેલી ધરપકડ

vartmanpravah

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા મત વિસ્તારના ૪૯૩૨ આવાસોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે ટોરેન્‍ટ પાવર દ્વારા દાનહ સહિત પ્રદેશમાં વીજ દરમાં કરેલા વધારા સામે દેશના ગૃહમંત્રી અને ઊર્જામંત્રીને કરેલી રજૂઆત

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા ‘‘બાળ લગ્ન મુક્‍ત સંઘપ્રદેશ” અભિયાન અંતર્ગત પંચાયતો, શાળાઓ અને કાર્યાલયોમાં જનજાગૃતિ રેલી, મશાલ રેલી અને શપથ ગ્રહણ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન મિશન મોડમાં, વલસાડ જિલ્લાના 39 ગામ સાથે અતુલ ફાઉન્‍ડેશને કર્યા એમઓયુ

vartmanpravah

Leave a Comment