પાર્ટીના 25 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તમામ જીતી જશે તેવો દાવો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.22
વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી આગામી 28 નવેમ્બરના રોજ યોજાવાની હોવાથી પ્રચાર માટે ગણતરીના દિવસો આડે રહ્યા છે ત્યારે રાજકીય પક્ષ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જોર-શોરથી પ્રચાર ઝુંબેશ ચાલું કરી દીધી છે.
વાપીપાલિકાની 44 બેઠકો માટે ભાજપે 44 કોંગ્રેસએ 43 અને આમ આદમી પાર્ટીમાંથી 25 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે જેમાં ભાજપના એક ઉમેદવાર બિનહરિફ ચૂંટાયા છે. ચૂંટણીમાં મતદારોને રિઝવવા માટે તમામ પક્ષના કાર્યકરો, નેતા અને ઉમેદવારો જોર-શોરથી પ્રચાર કરી રહ્યા છે એ મુજબ આજે રવિવારે આમ આદમી પાર્ટી દ્વારા શહેરમાં વિશાળ બાઈક રેલી કાઢવામાં આવી હતી. જે જે વોર્ડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તે વોર્ડમાં રેલી ફરી હતી. પાર્ટીએ ચૂંટણીમાં તેના ચૂંટણી લડી રહેલા 25 ઉમેદવારો જીતી જશે તેવો દાવો કર્યો હતો.