October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુંજનમાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે નોટિફાઈડ ઓથોરિટીએ ડિમોલિશન કાર્યવાહી કરી

જે તે દબાણકર્તાઓને નોટિસ અપાઈ હતી પરંતુ દબાણ દૂર નહી કરાતા કાર્યવાહી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: વાપી જીઆઈડીસી ગુંજન વિસ્‍તારમાં સરકારી જમીન તથા ખુલ્લી જમીનોમાં ગેરકાયદે દબાણો વધી ચૂક્‍યા હતા. લોકોની વ્‍યાપક ફરિયાદો પણ વારંવાર ઉઠતી રહેલી તેથી વાપી નોટિફાઈડ ઓથોરિટીએ દબાણો હટાવવા અંગે નોટીસ પાઠવી હતી પરંતુ સ્‍વેચ્‍છિક દબાણો નહી હટતા અંતે ગુરૂવારે નોટિફાઈડએ ડિમોલિશનની કાર્યવાહી કરી હતી.
વાપી જીઆઈડીસી વિસ્‍તારમાં સમયાંતરે ગ્રીન સ્‍પેશમાં દબાણો વધતા રહે છે તેની સામે દબાણો હટાવવાની માંગ ઉઠે છે. થોડા સમય પહેલાં અંબામાતા મંદિર નજીક ગાર્ડન પાસે દબાણો હટાવાયા હતા. ફરી થોડા સમય બાદ કેટલાક વેપારીઓએ દબાણો કરી દીધા હતા તેથી નોટિફાઈડે નોટિસો પાઠવી હતી. તેના ભાગ રૂપે ગુરૂવારે દબાણો દૂર કરવા નોટિફાઈડે જેસીબીનો હથોડો મારી દીધો હતો. આગામી સમયે ચણોદ વિસ્‍તારમાં પણ દબાણો દૂર કરવામાં આવશે તેવું નોટિફાઈડના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્‍યુંહતું.

Related posts

વલસાડ જિલ્લામાં શાંતિ સલામતી જાળવવા સભા-સરઘસ ઉપર પ્રતિબંધ

vartmanpravah

ભારતરત્‍ન અટલબિહારી વાજપેયીજીની જન્‍મ જયંતી નિમિત્તે પારડીના સમાજસેવકે 104મી વખત રક્‍તદાન કર્યું

vartmanpravah

પારડીના પોણીયા ખાતેથી સાત જુગારીઓ ઝડપાયા

vartmanpravah

વલસાડના રોણવેલ પાસે પાવરગ્રીડ પ્રોજેક્‍ટની કામગીરી ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત હેઠળ શરૂ કરાઈ

vartmanpravah

આજે 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ, શહેરોમાંથી લુપ્ત થઈ રહેલી ચકલીની પ્રજાતિને બચાવવા આવો સંકલ્‍પ લઈએ

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં રોડ ઉપર કોથળામાં ભરેલ ગાય વાછરડીનું શબ મળી આવતા ચકચાર

vartmanpravah

Leave a Comment