Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ એસટી વિભાગ દર પૂનમે ભક્‍તો માટે સ્‍પેશિયલ એસટી બસ દોડાવશે

વલસાડથી નારેશ્વરધામ, ધરમપુરથી ડાકોર અને
નવાસરીથી પાવાગઢ બસની સુવિધા ઉપલબ્‍ધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.27: પાવાગઢ, ડાકોર અને નારેશ્વર તીર્થ સ્‍થળોએ દર પૂનમ ભરવા માટે જતા ભક્‍તો માટે વલસાડ એસટીના વિભાગીય નિયામક એન.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ પૂનમ દર્શન સ્‍પેશિયલ બસ સેવા આગામી તા.29મી સપ્‍ટેમ્‍બરના રોજથી શરૂ થનાર છે. જેનું ઓનલાઈન બુકિંગ રૂરૂરૂ.તિંશ્વદ્દણૂ.શઁ પર શરૂ થઈ ગયું છે.વલસાડથી નારેશ્વર બ્રહ્મલીન સંત પૂજ્‍ય રંગ અવધૂત મહારાજના પવિત્ર ધામ માટે તા. 29-9-23ના રોજ સવારે 6 વાગ્‍યે બસ ઉપડી વાયા ચીખલી, નવસારી-7-15, સુરત-8-20, અંકલેશ્વર, ભરૂચ થઈ 10-35 કલાકે નારેશ્વર પહોંચાડશે. બે કલાક વિશ્રામ અને પૂનમ દર્શન માટેનો સમય આપી બપોરે 12-30 કલાકે પરત ઉપડી વલસાડ ખાતે સાંજે 05-05 કલાકે આવશે. જેમાં જવા અને આવવાનું ભાડું ઓનલાઈન બુકિંગ કરનારે રૂ. 528/-ચૂકવવું પડશે. જ્‍યારે એક તરફી ભાડુ રૂા.264 રહેશે.
ધરમપુરથી ડાકોર યાત્રાધામ માટેની બસ ગુરૂવાર તા.28મી ની રાત્રે 9 કલાકે ઉપડી વાયા વલસાડ- 21-40, ચીખલી નવસારી- 23-00, સુરત-રાત્રે 12-10, વડોદરા થઈ મળસ્‍કે 4-55 કલાકે ડાકોર પહોંચાડશે. જે બસ 9 કલાક રોકાણ કરી દર્શનાર્થીઓને લઈને બપોરે 2 વાગ્‍યે ફરી પરત થવા ઉપડી ધરમપુર રાત્રે 9-55 કલાકે આવશે. જેમાં જવા તથા આવવાનું ઓનલાઈન બુકિંગ કરાવનારનું ભાડું રૂા. 676 થશે. જ્‍યારે એક તરફી ભાડુ રૂા. 338 રહેશે.
નવસારીથી પાવાગઢની બસ પણ તા.28મીની રાત્રે 10 વાગ્‍યે ઉપડી મળસ્‍કે 3-30 વાગે પાવાગઢ વાયા સુરત- 23-10, અંકલેશ્વર ભરૂચ વડોદરા થઈ પહોંચાડશે જે ત્‍યાંથી 9 કલાકનો વિરામ કરી બપોરે 12-30 વાગે ઉપડી નવસારી સાંજે 6 કલાકે આવશે. જેમાં આવવાજવાનું ઓનલાઈન બુકિંગ કરતા રૂા.556 ભાડા દર લાગશે. જ્‍યારે એક તરફી ભાડું રૂા. 278 રહેશે.

Related posts

વાપીના સલવાવ સ્વામિનારાયણ ગુરુકુળમાં આજે યુવા હિન્દુ સંમેલનનું કરાયેલું આયોજન

vartmanpravah

રખોલી ખાતેની મધુબન હોટલમાં કામ કરતા 55 વર્ષિય પુરૂષની બાઈક સ્‍લીપ થતાં સારવાર દરમ્‍યાન થયેલું મોત

vartmanpravah

વાપી કેબીએસ કોલેજના અધ્‍યાપક પીએચ. ડી. થયા

vartmanpravah

વાંસદા વિધાનસભા મત વિસ્‍તારમાં મતદાન જાગૃતિ અન્‍વયે બાઈક રેલી યોજાઈ

vartmanpravah

દાનહ રમત-ગમત અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ ક્રિકેટ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દમણમાં લોકસભાની જળ સંસાધન સમિતિનું આમગનઃ દમણ ખાતે સમિતિના ચેરમેનની જવાબદારી અમદાવાદ(પૂર્વ)ના સાંસદ હસમુખભાઈ પટેલ સંભાળશે

vartmanpravah

Leave a Comment