Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

‘સ્‍વચ્‍છતા હી સેવા-2023′ અને ‘વિશ્વ પ્રવાસન દિવસ’ના ઉપલક્ષમાં દમણ જિલ્લાની તમામ 14 ગ્રામ પંચાયતોએ જમ્‍પોર અને દેવકા બીચની કરેલી સાફ-સફાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27: ‘સ્‍વચ્‍છતા હી સેવા-2023′ અને ‘વિશ્વ પ્રવાસન દિવસ’ના ઉપલક્ષમાં દમણ જિલ્લાની તમામ 14 ગ્રામ પંચાયતોએ જમ્‍પોર અને દેવકા બીચ ખાતે બીચ ક્‍લીનિંગ અભિયાનનું આયોજન કર્યુંહતું.
દમણ જિલ્લાની તમામ 14 ગ્રામ પંચાયતોના સરપંચો, જિલ્લા પંચાયત સભ્‍યો, ગ્રામ પંચાયત સભ્‍યો, પંચાયત સ્‍ટાફ અને કર્મચારીઓ તથા સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની બહેનો દ્વારા પ્રવાસીઓને સ્‍વચ્‍છતા પ્રત્‍યે પ્રેરિત કરી અને તેમની સાથે મળી દમણના જમ્‍પોર અને દેવકા સમુદ્ર કાંઠાને ગંદકીથી મુક્‍ત બનાવવા સંપૂર્ણ પ્રયાસ કર્યો હતો.
બીચ ક્‍લીનિંગ ડ્રાઈવમાં 45 સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની બહેનો, પ્રવાસીઓ સહિત લોકોએ ખુબ જ ઉત્‍સાહભેર અભિયાનમાં ભાગ લીધો હતો. દમણમાં ફક્‍ત પ્રવાસનને જ ઉત્તેજન આપવા નહીં પરંતુ, દમણનો દરિયા કિનારો પણ ભવિષ્‍યમાં બ્‍લ્‍યુ ફલેગ સમુદ્ર તટમાં પ્રમાણિત થાય તે પ્રકારના પ્રયાસો શરૂ કરાયા છે.

Related posts

વાપી આશાધામ સ્‍કૂલની વિદ્યાર્થીની સ્‍ટેટ રાયફલ શૂટિંગ ચેમ્‍પિયન સ્‍પર્ધામાં ભાગ લેશે

vartmanpravah

રોટરી ક્‍લબ દમણ દ્વારા 7 શિક્ષકોને એનાયત કરાયા રાષ્‍ટ્ર નિર્માતા પુરસ્‍કાર

vartmanpravah

વલસાડ રેલવે કોલોનીમાં પોલીસને ધર્માંતરણની માહિતી મળતા કાફલો ધસી ગયો

vartmanpravah

જેસીઆઈની મહાત્‍મા ઝોન કોન્‍ફરન્‍સ નવસારી ખાતે યોજાઈ

vartmanpravah

સરીગામ બજાર માર્ગ પર ટ્રાફિકની ભરમાર અને અકસ્‍માતનું જોખમ

vartmanpravah

દમણ સાર્વજનિક વિદ્યાલયમાં શાંતિપૂર્ણ માહોલમાં ધોરણ 10ની પૂરક પરીક્ષા સંપન્ન

vartmanpravah

Leave a Comment