October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતે કુપોષિત બાળકોના ઘરે જઈ પરિવારને સમજાવવા કરેલો અનોખો પ્રયાસ

દમણવાડા ગ્રા.પં.ના કુપોષણ મુક્‍ત અભિયાનના પ્રભારી અધિકારી તરીકે નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતે પૌષ્‍ટિક કિટનું પણ કુપોષિત બાળકોના ઘરે જઈ કરેલું વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દાદરા નગર હવેલી અને દમણ-દીવને કુપોષણની સમસ્‍યામાંથી મુક્‍ત કરવા આપેલા દિશા-નિર્દેશ અંતર્ગત આજેપ્રદેશના નાણાં અને પંચાયતી રાજ સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતે દમણવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારના કુપોષિત બાળકોના ઘરે જઈ પૌષ્‍ટિક ખાદ્ય પદાર્થોની કિટ આપવાની સાથે પરિવારજનોને જરૂરી માર્ગદર્શન પણ આપ્‍યું હતું.
પ્રદેશના નાણાં અને પંચાયતી રાજ સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતે દમણવાડા ગ્રા.પં.ની આંગણવાડીઓની પણ મુલાકાત લીધી હતી અને ત્‍યાં બેસી બાળકો સાથે ગપસપ પણ કરી હતી અને તેમની રખાતી દેખરેખની પણ જાણકારી મેળવી હતી.
સંઘપ્રદેશના નાણાં અને પંચાયતી રાજ સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતે કુપોષિત બાળકોના પરિવારોને સમયસર કિટમાં આપેલ અનાજનું ભોજન આપવા પ્રેરિત કર્યા હતા.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી પણ સાથે રહ્યા હતા.
અત્રે નોંધનીય છે કે, દમણવાડા ગ્રામ પંચાયતના કુપોષિત મુક્‍ત અભિયાનના શ્રી ગૌરવ સિંહ રાજાવત પ્રભારી અધિકારી પણ છે.

Related posts

કપરાડાના પ્રાધ્‍યાપિકાનું કાછલની સરકારી કૉલેજમાં વક્‍તવ્‍ય યોજાયું

vartmanpravah

વાપીમાં યુવકના સળગેલા મૃતદેહના અવશેષો મળ્‍યા : પુણે પોલીસ આરોપી સાથે આવી

vartmanpravah

પારડી વિધાનસભા ભાજપના ઉમેદવાર નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના વાપી મધ્‍યસ્‍થ કાર્યાલયનું ઉદ્‌ઘાટન

vartmanpravah

દાનહના નરોલીથી દિવ્‍યાબેન યોગેન્‍દ્રસિંહ ચૌહાણ ગુમ થયેલ છે

vartmanpravah

વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પારડીમાં વિજયા દશમીનો યોજાયેલો કાર્યક્રમ

vartmanpravah

વલસાડ જિલ્લાના કોળી પટેલ સમાજની શૈક્ષણિક ક્ષેત્રે ઊંચી છલાંગઃ ડોક્‍ટર, સી.એ., પી.એચડી. સહિત વિવિધ ક્ષેત્રના તેજસ્‍વી તારલાઓનું સન્‍માન કરાયું

vartmanpravah

Leave a Comment