October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઓરવાડથી વરલી મટકાનો જુગાર રમાડતા બે ઝડપાયા

પોલીસે 4 નંગ મોબાઈલ ફોન રોકડ મળી કુલ 37,860 નો મુદ્દામાલ કબજે લીધો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.28: પારડી પોલીસ મથકના પી.આઈ બી. જે. સરવૈયા તેમના સ્‍ટાફ ક્રિપાલસિંહ,પ્રદીપસિંહ, મહેન્‍દ્રસિંહ સાથે ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં ફરતા હતા જે દરમિયાન ઓરવાડ મચ્‍છી માર્કેટમાં બે ઇસમો વરલી મટકાનો હાર જીતનો જુગાર રમાડતા હોવાની બાતમી મળતા પારડી પોલીસ ઓરવાડ મચ્‍છી માર્કેટ પાસે પહોંચી હીરાલાલ મટરુ પાસી ઉ.વ. 58 રહે.ઓરવાડ મચ્‍છી માર્કેટ, અને નરેશ રામુભાઈ કો. પટેલ ઉ.વ. 56 રહે. મોતીવાડા મોટા ફળિયાને હાથમાં કાગળની કાપલી ઉપર વરલી મટકાના આકડા લખતા રંગે હાથ ઝડપી લીધા હતા. પોલીસે બંને પાસેથી આંક ફરક લખેલી ચિઠ્ઠીઓ અને ચાર મોબાઈલ ફોન કિંમત રૂ 6.500/- અને રોકડા રૂ 31.360 મળી કુલ રૂ 37.860/-નો મુદ્દામાલ પારડી પોલીસે કબજે લઈ બંને વિરુદ્ધ વિવિધ જુગાર ધારાની કલમ હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

પંજાબમાં બનેલ ઘટનાનો પારડી ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન

vartmanpravah

સમગ્ર શિક્ષા દાદરા નગર હવેલી દ્વારા સમાવેશી શિક્ષા અંતર્ગત એન્‍વાયરમેંટ બિલ્‍ડીંગ પ્રોગ્રામનું આયોજન કરાયું

vartmanpravah

વલસાડની મહિલા આઈ.ટી.આઈ.માં પ્રવેશ મેળવો

vartmanpravah

દાદરા મેઈન રોડ ઉપર રાત્રે પુરપાટ ઝડપે આવતી કારે રોડની બાજુમાં બેસેલ ગાયોને ટક્કર મારી : એક ગાયનું મોત

vartmanpravah

વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે સંસદમાં વલસાડ જિલ્લામાં દરિયાઈ ધોવાણથી થતા નુકસાનના પ્રશ્નો ઉઠાવ્‍યા

vartmanpravah

વિવિધ ક્ષેત્રે સેવાકીય પ્રવૃતિ કરનાર વલસાડ શહેરના શ્રેષ્ઠ નાગરિકોનું સન્‍માન કરાયું

vartmanpravah

Leave a Comment