Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘આયુષ્‍યમાન ભવઃ’ અભિયાન અંતર્ગત સંઘપ્રદેશના નાણાં સચિવ અને દાનહ કલેક્‍ટર પ્રિયાંક કિશોરે દાનહના દૂધની, ખાનવેલ અને ખેરડી ગ્રા.પં.ની આંગણવાડીઓમાં કુપોષિત બાળકોની માતાઓને આપેલું માર્ગદર્શન

કુપોષિત બાળકોની સ્‍થિતિમાં સુધાર થાય એ માટે સતર્કતા રાખવા અને પૌષ્‍ટિક આહારની કિટ ખરીદવાની વ્‍યવસ્‍થા કરવા નિયુક્‍ત નોડલ અધિકારીઓ, આરોગ્‍યકર્મીઓ અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને આપેલા જરૂરી નિર્દેશો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ, તા.28: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન અને નેતૃત્‍વમાં ‘આયુષ્‍યમાન ભવઃ’ અભિયાન અંતર્ગત સંઘપ્રદેશના નાણાં અને પંચાયતી રાજ સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવત, દાનહ જિલ્લા કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોર, ખાનવેલના નિવાસી નાયબ કલેક્‍ટર અને ગ્રામ પંચાયતના સરપંચો, ચૂંટાયેલા વોર્ડ સભ્‍યો તથા જિલ્લા પંચાયતના સભ્‍યોએ ખાનવેલ સબ ડીવીઝનના દૂધની, ખાનવેલ અને ખેરડી ગ્રામ પંચાયતની આંગણવાડીઓ ખાતે કુપોષિત બાળકોની યાદીની સમીક્ષા કરી હતી અને ‘આયુષ્‍યમાન ભવઃ’ અંતર્ગત નિમણૂક કરવામાં આવેલ નોડલ અધિકારીઓ, આરોગ્‍ય વિભાગના કર્મચારીઓ અને દૂધની, ખાનવેલ અને ખેરડી પંચાયતને જરૂરી દિશા-નિર્દેશ આપવામાં આવ્‍યા હતા અને કુપોષિત બાળકોની માતાઓને આવશ્‍યક માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.
જેમાં પાછલા બેથી ત્રણ મહિનામાં કુપોષિત બાળકોની સ્‍થિતિમાં સુધાર થાય એવી વ્‍યવસ્‍થા અને સતર્કતા રાખવા પણ જણાવવામાં આવ્‍યું હતું. આ સંદર્ભમાં કુપોષિત બાળકોના પોષણ માટે પૌષ્‍ટિક આહારની કિટ ખરીદવાની વ્‍યવસ્‍થા કરવા માટે પણ જરૂરી નિર્દેશો આપવામાં આવ્‍યા હતો. આ અવસરે વિભાગના અધિકારીઓએ આંગણવાડી અને ઘરે ઘરે જઈ કુપોષિત બાળકો અનેએમની માતાઓને કેળા અને ચોકલેટનું વિતરણ કર્યું હતું.
અત્રે યાદ રહે કે, દાદરા નગર હવેલી જિલ્લામાં કુપોષણની સમસ્‍યા વહેલામાં હવેલી તકે નાબૂદ થાય એ દિશામાં પ્રશાસન સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે.
સંઘપ્રદશેના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં કુપોષણ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલ અભિયાન માટે દૂધની, ખાનવેલ અને ખેરડી ગ્રામ પંચાયત વિસ્‍તારના કુપોષિત બાળકોની માતાઓએ પ્રશાસકશ્રીનો દિલથી આભાર માન્‍યો હતો.

Related posts

વાપી જીઆઈડીસીમાં પકડાયેલ રૂા.25.84 લાખના ગુટખાના જથ્‍થા પ્રકરણમાં બે આરોપીની ધરપકડ

vartmanpravah

ચીખલી તાલુકા સહકારી રૂપાંતર અને વેચાણ કરનારી મંડળીના ચેરમેન પદે કિશોરભાઈ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે લક્ષ્મણભાઈ રાઠોડની વરણી

vartmanpravah

વલસાડની પાઠશાળામાં અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા પર્યાવરણ દિન ઉજવાયો

vartmanpravah

દાનહમાં કલેક્‍ટર ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં સાંસ્‍કૃતિક કાર્યક્રમ અંગે બેઠક યોજાઈ

vartmanpravah

ધરમપુર ખાતે મહંત સ્‍વામીના સાનિધ્‍યમાં 35000 થી વધુ ભક્‍તોની ધર્મસભા યોજાઈ

vartmanpravah

વાપીની યુવતિ જાગૃતિ કાતરીયાએ ગિનિસ બુક ઓફ વર્લ્‍ડ રેકર્ડ પાર્ટિસિપેશન સર્ટી હાંસલ કર્યું

vartmanpravah

Leave a Comment