April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નૂતનનગર સરદાર બાગમાં સ્‍થાપિત શ્રીજીનું અનંત ચૌદશે ભક્‍તિભાવ સાથે વિસર્જન કરાયું

નવમા દિવસે બાપ્‍પાને છપ્‍પન ભોગ પ્રસાદ અને આખી
રાત ભજન કિર્તન કરવામાં આવ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: ગણેશ ચતુર્થિના શુભ દિને વાપી સહિત વલસાડ જિલ્લામાં ગણેશોત્‍સવનો ધામધૂમ પૂર્વક પ્રારંભ થયો હતો. આજે અનંત ચૌદશના દિવસે તમામ શ્રીજીની મૂર્તિઓ વાજતે ગાજતે, ડી.જે.ના તાલે નાચતા કુદતા ભાવિકોના મહેરામણે શ્રીજીની તમામ મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું.
વાપી વિસ્‍તારમાં નાની મોટી એક હજાર ઉપરાંત ગણેશજીની મૂર્તિઓની સ્‍થાપનાકરવામાં આવી હતી. અનેક પંડાલ જુદી જુદી થીમથી ડેકોરેશન કરાયા હતા. આ અનુક્રમે વાપી નૂતનનગરમાં સરદાર બાગમાં પણ ગણેશ બાળ, યુવક અને મહિલા મંડળ દ્વારા ગણેશજીની આસ્‍થા પૂર્વક સ્‍થાપના કરવામાં આવી હતી. દશ દિવસ સુધી સવાર-સાંજ આરતી પૂજા કરવામાં આવી હતી. અનંત ચૌદશના વિસર્જનના આઘળના દિન ગણેશ પંડાલમાં બહેનો અને પરિવારો દ્વારા શ્રીજી દાદાને 56 ભોગનો પ્રસાદ ધરવામાં આવ્‍યો હતો. તેમજ આખી રાત સવારે છ વાગ્‍યા સુધી સતત ભજન-કિર્તન કરવામાં આવ્‍યા હતા. ગણેશ મહોત્‍સવને સફળ બનાવવા માટે યુવા કાર્યકર વ્રજ પટેલ અને ટીમ, નિરંજનભાઈ નિલેશભાઈ આહીર, મયુરભાઈ તથા મહિલા મંડળના કમલેશબેન વર્મા, લીલુબેન ભાનુસાલી સહિત બહેન-ભાઈઓએ જહેમત ઉઠાવી હતી.

Related posts

વલસાડ જિલ્લામાં બે માસમાં કન્જેક્ટિવાઈટિસના ૧૮૫૬ દર્દીઓની તપાસ કરાઈ

vartmanpravah

વાપી તાલુકાના 23 ગામોમાં ઉપ સરપંચોની નિમણૂક પ્રક્રિયાનો આરંભ : બે દિવસ કામગીરી ચાલશે

vartmanpravah

પારડી કોર્ટમાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં એકી સાથે 399 કેસોનું થયું સમાધાન

vartmanpravah

આજે દાનહના શબરીમાલા અયપ્‍પા સેવા સમાજ દ્વારા મકર જ્‍યોતિ ઉત્‍સવ યોજાશે

vartmanpravah

પારડીના જાણીતા ડોક્‍ટરની ગાડીમાં લીલવેણ નામનો સાપ નિકળ્‍યો

vartmanpravah

વલસાડ આરટીઓ કચેરી દ્વારા બે-ચાર અને આઠ પૈડાવાળા ખાનગી વાહનોના પંસદગીના નંબર માટે હરાજી થશે

vartmanpravah

Leave a Comment