November 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ રામવાડીમાં વિચિત્ર ચોરી : ધોળે દિવસે તસ્‍કરો ફલેટ ખરીદ્યો હોવાનું જણાવી ઘરનો સામાન ટેમ્‍પામાં ભરી ગયા

પાડોશીઓએ પૂછ્‍યું તો જણાવ્‍યું કે, કુંભઘડો મુકવા આવ્‍યા છીએ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વલસાડ રામવાડી ભરત એપાર્ટમેન્‍ટ વિચિત્ર ચોરીનો બનાવ બન્‍યો હતો. ફલેટ ખરીદ્યો છે. તાળુ ખોલીને ઘરમાં રહેલ ઘર વખરીનો સરસામાન ધોળે દિવસે તસ્‍કરો ટેમ્‍પામાં ભરીને ફરાર થઈ ગયા હતા.
રામવાડીમાં આવેલ ભરત એપાર્ટમેન્‍ટમાં રહેતા નવિનભાઈ નિસાર કામ હેતું કચ્‍છમાં ફલેટ બંધ કરીને ગયા હતા તેથી બંધ ફલેટની તક ઝડપી તસ્‍કરો ફલેટ ઉપર પહોંચ્‍યા હતા. પડોશીઓ અજાણ્‍યા ઈસમોને પૂછ્‍યું તો તેમણે જણાવ્‍યું કે, ફલેટ અમે ખરીદ્યો છે. કુંભઘડો મુકવા આવ્‍યા છીએ તેવું જણાવ્‍યું, બાદમાં ફલેટમાંથી ફ્રિઝ, ટી.વી., ગેસના બાટલા અને અન્‍ય ઘરવખરી ટેમ્‍પામાં ભરી ગયા હતા. જણાવેલ કે નવિનભાઈ આવશે એટલે તેમને સામાન લઈ જશે તેવું કહી તસ્‍કરો ફરાર થઈ ગયા હતા. નવિનભાઈ કચ્‍છમાં આવ્‍યા તો ફલેટના તાળા તૂટેલા જોતા પોલીસને જાણ કરી હતી. પોલીસે પડોશી નિવેદન લઈને આગળની તપાસ શરૂ કરી છે.

Related posts

સંઘપ્રદેશના બાળકોની શિક્ષણ વ્‍યવસ્‍થાને સમૃદ્ધ કરવાની જ મારી પ્રથમ પ્રાથમિકતાઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

વલસાડ અબ્રામા હાઈવે ઉપર ઉભેલા ટ્રેઈલર સાથે ટ્રક ભટકાતા અકસ્‍માત : આઈસરે ક્‍લિનરને ટક્કર મારી

vartmanpravah

ચીખલી તાલુકામાં ફાયર સેફટી અને મંજૂરી વિના જાહેર માર્ગો પર ઠેર-ઠેર ઉભા કરાયેલા ફટાકડાના સ્ટોલો

vartmanpravah

ચીખલીના દેગામથી 397 બકરા ભરેલી ત્રણ ટ્રકો ઝડપાઈ : પ ઈસમોની ધરપકડઃ રૂા. 21.53 લાખનો મુદ્દામાલ જપ્ત

vartmanpravah

ધરમપુર માલનપાડામાં ગેસ લાઈન લિકેજ બાદ બ્‍લાસ્‍ટ સાથે ભિષણ આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

2024ની લોકસભા ચૂંટણીને ધ્‍યાનમાં રાખી ભાજપ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાએ રાજ્‍યોના પ્રભારીઓની કરેલી નિયુક્‍તિ – સંઘપ્રદેશના નવા ભાજપ પ્રભારી તરીકે સાંસદ વિનોદ સોનકરની નિયુક્‍તિ

vartmanpravah

Leave a Comment