Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાની જી.આઈ.ડી.સી.માં ગેરકાયદે બાંધકામો રેગ્‍યુલર કરવાની અરજીની મુદત વધારાઈ

રાજ્‍યભરના જી.આઈ.ડી.સી. ઉદ્યોગકારોએ માંગ કરી હતી : મુદત 31 જુલાઈ સુધી લંબાવાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: રાજ્‍ય સરકાર દ્વારા રાજ્‍યભરમાં જી.આઈ.ડી.સી.માં થયેલા ગેરકાયદે બાંધકામો રેગ્‍યુલર કરવા માટે અરજીઓ મંગાવાઈ હતી. જેની અંતિમ મુદત 12મેની હતી. તેથી મુદત લંબાવવા માટે ઉદ્યોગકારોએ માંગણી કરતા સરકારે ગેરકાયદેબાંધકામો રેગ્‍યુલર કરવાની અરજીની અંતિમ મુદત વધારીને 31 જુલાઈની જાહેર કરી છે.
રાજ્‍યભરની જી.આઈ.ડી.સી.ઓમાં ગેરકાયદે બાંધકામો કાયદા હેઠળ સંશોધન કરી રેગ્‍યુલર કરવાની ઉદ્યોગકારોએ સરકારમાં વારંવાર રજૂઆત કરી હતી તે પગલે સરકારે જાન્‍યુઆરી મહિનામાં રાજ્‍યભરના તમામ જી.આઈ.ડી.સી. પ્‍લોટ હોલ્‍ડરો પાસે અરજી મંગાવી હતી. પરંતુ નિયત સમયમાં અરજી નહી થઈ શકતા મુદતમાં વધારો કરવાની માંગ ફરી ઉઠી હતી. જેને ધ્‍યાને રાખી 31 જુલાઈ સુધી બાંધકામો રેગ્‍યુલાઈઝ કરવાની અરજીની મુદત સરકારે વધારી છે.

Related posts

ધરમપુરમાં સારંગપુર દાદાનો રથ આવી વિદાય થયા બાદ હનુમાન દાદા મંદિરની મૂર્તિમાં આંસુ દેખાતા લોકો ભાવવિભોર

vartmanpravah

આટિયાવાડ કુલોદય ઈન્‍ડસ્‍ટ્રીઝના રસ્‍તાના સમારકામ માટે પીડબ્‍લ્‍યુડીના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરતા મંડળ ભાજપ પ્રમુખ તિમિર પટેલ

vartmanpravah

નવસારી જિલ્લામાં કોરોના પોઝીટીવના 285 કેસ નોધાયાં : 1470 ઍકટિવ કેસ

vartmanpravah

‘જન ઔષધિ સે જન આરોગ્‍ય’ અંતર્ગત દમણમાં ‘જન આરોગ્‍ય શિબિર’ યોજાઈ

vartmanpravah

ગુજરાતની રણજી ટ્રોફી ટીમમાં દમણના ઉમંગ ટંડેલનો સમાવેશ : સંઘપ્રદેશ માટે ગૌરવની ઘટના

vartmanpravah

આજે વાપીમાં શાંતિદૂત ભગવાન બુદ્ધ જયંતીની ઉજવણી : વિશાળ રેલી યોજાશે

vartmanpravah

Leave a Comment