Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ચાલતી ટ્રેનમાં જુગાર રમતા સાત જુગારીયા ઝડપાયા : સ્‍ટેટ મોનિટરિંગ સેલનો સપાટો

ચેન્નઈ એક્‍સપ્રેસ ટ્રેનમાંથી જુગારીયાઓને નીચે ઉતારાયા : 48650 નો મુદ્દામાલ જપ્ત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: સ્‍ટેટ મોનિટરિંગ સેલ (એસ.એમ.સી.) એ શનિવારે ચેન્નઈએક્‍સપ્રેસ ટ્રેનના સ્‍પેશિયલ એબલ્‍ડ પીપલ કોચમાં દરોડો પાડી ચાલતી ટ્રેનમાં જુગાર રમતા સુરત-વાપીના 7 જુગારીયાઓને ઝડપી પાડયા હતા. તમામ જુગારીયાઓએ વાપી સ્‍ટેશને ઉતારીને ગેમ્‍બલીંગ એક્‍ટ-12ના આધારે ગુનો નોંધી 27650 રૂા. રોકડા અને રૂા.20,500 ના મોબાઈલ મળી કુલ 48650 નો મુદ્દોમાલ જપ્ત કર્યો હતો.
રેલવેમાં કોઈ ગેરરિતી નથી ચાલતી તેનું ચેકિંગ કરતી (એસ.એમ.સી.)ના પી.આઈ. સી.એચ. પનારા અને ટીમને મળેલી બાતમી આધારે ચેન્નઈ એક્‍સપ્રેસ ટ્રેનમાં એબલ્‍ડ પીપલ કોચમાં દરોડો પાડયો હતો. તેમાં ચાલુ ટ્રેનમાં જુગાર રમતા અજય રોહીદાસ પાટીલ, સુનિલ મંગુભાઈ રાઠોડ રહે.ભાગળ સુરત, ઓમપુરી મગનપુરી ગોસ્‍વામી, રહે.શ્‍યામસુંદર એપાર્ટમેન્‍ટ સમરોહી સુરત, કિરણ ઈશ્વરભાઈ વ્‍યાસ રહે.ઉત્તરાણ સુરત, રાજ રામચંદ પટેલ રહે.સૂર્માજલી રેસીડેન્‍સી સમરોલી સુરત, ધવલ કનૈયાલાલ રાણા, રૂસ્‍તમપુરા સુરત, કિશોરભાઈ શંકરભાઈ ભદ્ર રહે.ધનસુખભાઈની ચાલ મહાદેવ મંદિર પાસે વાપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related posts

વલસાડના ગાડરીયા ગામે ડ્રાઈવરને ઝોંકુ આવતા ટેમ્‍પો ઝાડ સાથે અથડાયો : ડ્રાઈવર-ક્‍લિનર બોડીમાં ફસાયા

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂ.21.35 કરોડના ખર્ચે નવા બનનારા મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ બિલ્‍ડિંગનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

દમણવાડાની સરકારી હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં ‘‘ભારતીય ભાષા ઉત્‍સવ”નું થયું સમાપનઃ વિદ્યાર્થીઓને ઈનામો વિતરીત કરાયા

vartmanpravah

ગણદેવી તાલુકાના ખારેલ હાઈવે પર કાર ચાલકને બચાવવા જતા કેમિકલ ભરેલ કન્‍ટેઈનર પલ્‍ટી ગયું

vartmanpravah

કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણમાં આંબાની ખેતી સાથે જોડાયેલા ખેડૂતોએ તકેદારી રાખવી

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્‍યક્ષસ્‍થાને દીવમાં વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની 25મી બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment