Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં સ્‍પંદન દ્વારા અર્વાચિન ગરબા સ્‍પર્ધા યોજાઈ

સુરતથી ઉમરગામ સુધીના જુદા જુદા ગરબા ગૃપોએ ભાગ લીધો

(વર્તમન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.09: વાપીની સંગીત કલા સંસ્‍કૃતિને ઉજાગર કરતી સ્‍પંદન સંસ્‍થા દ્વારા દક્ષિણ ગુજરાત અર્વાચિન ગરબા સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
નવરાત્રીના ગણતરીના દિવસો આડે રહ્યા હોવાથી નવરાત્રીનો ઉત્‍સાહ થનગનાટ ગરબા રસીયાઓમાં જોવા મળી રહ્યો છે તેની ઠેર ઠેર તૈયારીઓ ચાલી રહી છે. પ્રાચીન ગરબો, શેરી ગરબા વિસરાઈ રહ્યા છે ત્‍યારે વાપી બ્રહ્મ સમાજ મહિલા મંડળ અને સ્‍પંદનના સથવારે અર્વાચિન ગરબા સ્‍પર્ધાનું આયોજન વાપીમાં કરવામાં આવ્‍યું હતું. આ ગરબા સ્‍પર્ધા દક્ષિણ ગુજરાત સ્‍તરની હોવાથી સુરતથી ઉમરગામ સુધીના ગરબા ગૃપોએ સ્‍પર્ધામાં ભાગ લીધો હતો. સ્‍પંદન દ્વારા આયોજીત આ સ્‍પર્ધામાં નાનેરા-મોટેરા સૌ કોઈ ભાગીદાર બનીને ગરબા સ્‍પર્ધાને સફળ બનાવી હતી. સ્‍પર્ધાની ખાસ ખાસિયત એ હતી કે પૌરાણિક શેરી ગરબાને ઉજાગર કરવા ભાગ લીધેલ. ગરબા ગૃપોની બેનમુન પ્રસ્‍તુતિ હતી. ચણીયા ચોળી અને કલ્‍ચર પરિધાનોમાં સજ્જ બનેલી દરેક ટીમે સુંદર પ્રસ્‍તૂતિ કરી હતી. મોટી બહેનોએ પૌરાણિક ગરબાની સ્‍મૃતિઓ યાદ અપાવી હતી. ખાસ કરીને ગરબાની પ્રેક્‍ટિશનું પણ આયોજન સાથે સંકળાયેલું હોવાથી ભાગ લેનાર ગરબા ગૃપની બહેનોનો અનેરો આનંદ જોવા મળ્‍યો હતો.

Related posts

મંગળવારે નાની દમણ મહિલા ભવનના હોલમાં પદ્મશ્રી સ્‍વ. પ્રભાબેન શાહની પ્રાર્થના સભા યોજાશે

vartmanpravah

પાર, તાપી, નર્મદા રિવર લિંક પ્રોજેક્‍ટ પડતો મુકાયો : કેન્‍દ્ર સરકારની જાહેરાત

vartmanpravah

વલસાડ જિલ્લા આરોગ્‍ય કર્મચારીઓની જિ.પં. પ્રમુખ અને ડી.ડી.ઓ. સમક્ષ પડતર માંગણીની રજૂઆત

vartmanpravah

વલસાડ જીઆરપી રેલવે પોલીસ સ્‍ટેશનમાં ટ્રેનોમાં દારૂ હેરાફેરી માટે હલ્લાબોલ : આવેદનપત્ર અપાયું

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે અયપ્‍પા મંદિરના ‘પ્રતિષ્‍ઠા દિનમ મહોત્‍સવ’માં લીધેલો ભાગ

vartmanpravah

દમણ અને સેલવાસમાં સીબીઆઈના બે દિવસીય જાગૃતિ અને ફરિયાદ કેમ્‍પનો આરંભ

vartmanpravah

Leave a Comment