Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં વિવિધ મંદિરોમાં ઉત્‍સાહભેર જલારામ જયંતીની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.31: આજે જલારામ બાપ્‍પાની 223મી જયંતિ નિમિતે દાદરા નગર હવેલીમાં સંત શ્રી જલારામ બાપાના મંદિરોમાં અને વિવિધ સ્‍થળોએ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ સેલવાસમાં કિલવણી નાકા નજીક, બાવીસા ફળિયા, સામરવરણી પટેલ ફળિયા, રખોલી ગામે આવેલ જલારામ મંદિર, નરોલી ગામે આવેલ જલાસાંઈ મંદિર, દાદરા જલારામ મંદિર તેમજ વિવિધ મંદિરોમાં જલારામ જયંતિની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાનદરેક મંદિરોમાં સત્‍યનારાયણની કથા સાથે ભજન-કિર્તન તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં શ્રધ્‍ધાળુઓએ મોટાપ્રમાણમાં મહાપ્રસાદનો લાભ લીધો હતો. સામરવરણી પટેલ ફળીયા જલારામ મંડળ દ્વારા યોજાયેલા ભંડારામાં ભાવિક ભક્‍તોએ ઉત્‍સાહથી લાભ લીધો હતો. દાનહના દરેક જલારામ મંદિર અને મંડળોમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સાથે ભજન-કિર્તન તથા કથાનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

વાપીને દેશમાં પ્રથમ કેન્‍દ્રીય જળ શક્‍તિ મંત્રાલય દ્વારા પાણી વ્‍યવસ્‍થાપન માટે રાષ્‍ટ્રીય જળ પુરસ્‍કાર મળ્‍યો

vartmanpravah

દમણ નેહરુ યુવા કેન્‍દ્ર દ્વારા બ્‍લોક લેવલ સ્‍પોર્ટ્‍સ મીટ યોજાઈ

vartmanpravah

દાનહમાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

અબ્રામા હાઈવે ઉપર બે બાઈક ભટકાતા પડી ગયેલ યુવાન ઉપર ટ્રેક્‍ટરનું ટાયર ફરી વળતા કરુણ મોત

vartmanpravah

દમણના કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવની દિલ્‍હી બદલીનો આદેશઃ દરેક વિભાગોમાં નિષ્‍ઠા અને કર્મઠતાથી બજાવેલી ફરજ

vartmanpravah

વાપી સીજીએસટી ઈન્સ્પેક્ટરને રૂ.૪૦ હજારની લાંચ લેતા એ.સી.બી.એ ઝડપી પાડયો

vartmanpravah

Leave a Comment