(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા જિલ્લાની દરેક ગ્રામ પંચાયતોના આંગણવાડી કેન્દ્ર પર નાના ભૂલકાંઓ સાથે દિવાળી પર્વની આનંદ ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નાના ભૂલકાંઓ સાથે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. દરેક આંગણવાડી કેન્દ્ર પર પંચાયતના સરપંચ, જિલ્લા પંચાયત સભ્ય અને મંત્રીશ્રીના હસ્તે બાળકોને રમકડાં આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે તિથિભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે બાળકો સાથે વિવિધ રમતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે આગેવાનોએ બાળકોને આશીર્વાદ આપ્યા હતા અને એમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.