Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

મેન્‍ટલ ફ્રી સોસાયટી બનાવવી હોય તો રિયાલિસ્‍ટિક રહેવું જરૂરીઃ દમણ જિલ્લા અને સત્ર ન્‍યાયાધીશ શ્રીધર એમ. ભોસલે

દમણ કોર્ટમાં ‘માનસિક આરોગ્‍ય દિવસ’ના ઉપલક્ષમાં યોજાયેલ જાગૃતિ શિબિરઃ મનો ચિકિત્‍સક ડો. સ્‍નેહા વાઢેરે આપેલી મનનીય સમજણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10 : દમણના જિલ્લા અને સત્ર ન્‍યાયાધિશ શ્રી શ્રીધર એમ. ભોસલેએ મોટી દમણ કોર્ટ પરિસરમાં આયોજીત ઉપસ્‍થિત લોકોને સંબોધિત કરતા જણાવ્‍યું હતું કે, માનસિક આરોગ્‍યએવો વિષય છે જે આપણાં જીવનમાં ખુબ જ મહત્ત્વ રાખે છે. છતાં પણ આપણે એના પ્રત્‍યે દુર્લક્ષ સેવીએ છીએ, જે ઘાતક બને છે.
આજે દમણ કોર્ટમાં માનસિક આરોગ્‍યના પ્રત્‍યે જાગૃત કરવા અને સંવેદનશીલ બનાવવાના ઉદ્દેશથી દર વર્ષે યોજાતા વિશ્વ માનસિક આરોગ્‍ય દિવસના ઉપલક્ષમાં સ્‍ટેટ લિગલ સર્વિસ ઓથોરિટી અને દમણ બાર એસોસિએશનના સંયુક્‍ત પ્રયાસથી કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સ્‍ટેટ લિગલ સર્વિસ ઓથોરિટી દમણના સભ્‍ય સચિવ અને ચીફ જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ સિનિયર ડિવિઝન શ્રી પવન એસ. બનસોડ અને જે.એમ.એફ.સી. શ્રીમતી એસ.એન. સવાલેશ્વરકર સહિત બાર એસોસિએશનના સભ્‍યો, વકિલો અને અરજકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે મનોચિકિત્‍સક ડૉ. સ્‍નેહા વાઢેરે વર્તમાન જીવનશૈલીમાં વિવિધ પ્રકારના દબાણ, ચિંતા, તણાવના કારણે લોકો ડિપ્રેશન અને અન્‍ય માનસિક બિમારીના શિકાર થતા હોવાનું વિસ્‍તારપૂર્વક જણાવ્‍યું હતું. તેમણે મેન્‍ટલ સ્‍ટ્રેસ, ડિપ્રેશન, એન્‍ઝાઈટીથી લઈ હિસ્‍ટેરિયા, ડિમેન્‍શિયા, ફોબિયા જેવી અનેક માનસિક બિમારી દુનિયામાં ઝડપથી વધી રહી હોવાથી તેનાથી સાવધાન રહેવા સમજાવ્‍યું હતું. ડૉ. સ્‍નેહા વાઢેરે તણાવથી મુક્‍ત રહેવાના કિમિયા પણ સમજાવ્‍યા હતા. તેમણે નકારાત્‍મક વિચારોને ત્‍યજી જીવન પ્રત્‍યેહકારાત્‍મક દૃષ્‍ટિકોણ કેળવવા પણ સમજ આપી હતી. તેમણે દમણની મરવડ જિલ્લા હોસ્‍પિટલ, કચીગામ આરોગ્‍ય કેન્‍દ્ર અને મોટી દમણ હેલ્‍થ કોમ્‍યુનિટી સેન્‍ટર ખાતે સરકારી મનોચિકિત્‍સકની સેવા ઉપલબ્‍ધ હોવાની જાણકારી આપવા સાથે મનોચિકિત્‍સકને કન્‍સલ્‍ટ કરવા પણ સલાહ આપી હતી.
પ્રારંભમાં એડવોકેટ શ્રીમતી સપના પૂજારીએ મેન્‍ટલ હેલ્‍થ સ્‍ટ્રેસના કારણોનું વર્ગીકરણ પોતાના વક્‍તવ્‍યમાં કર્યું હતું. જ્‍યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સમાપન એડવોકેટ શ્રીમતી સ્‍મિતા ગોહિલે ઉત્‍કૃષ્‍ટ રીતે પાર પાડયું હતું.

Related posts

વલસાડ નેશનલ હાઈવે ધરમપુર ચોકડી પાસે વાંકી નદીના પુલ ઉપરનો હાઈવે બંધ કરાયો

vartmanpravah

વલસાડઃ વશીયરમાં રેલવેના નવા બ્રિજ માટે ડિમોલીશન કરવા ગયેલ ટીમને સ્‍થાનિકોએ અટકાવતા મામલો ઉગ્ર બન્‍યો: સાત જેટલા મકાનો ડિમોલીશનમાં જતા હોવાથી લોકોએ નોંધાવેલો વિરોધ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ સંગઠન મંત્રી વિવેક ધાડકરનામાર્ગદર્શનમાં દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ મંડળની સંગઠનાત્‍મક બેઠક યોજી

vartmanpravah

વાપી રોફેલ-રોટરી કલબ દ્વારા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના જન્‍મદિનની ઉજવણી રક્‍તદાન કેમ્‍પ સાથે કરી

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા અથાલ અને વાસોણા ગામે ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા

vartmanpravah

રખોલી પુલ પરથી યુવાને નદીમા ઝંપલાવતા મોત

vartmanpravah

Leave a Comment