December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

..હવે દાનહના રખોલી સ્‍થિત ભિલોસા કંપનીના કર્મચારી-કામદારોએ પગાર વધારા મુદ્દે પાડેલી હડતાળ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13: જ્‍યારથી સંઘપ્રદેશના શ્રમ આયુક્‍ત દ્વારા કામદારોના લઘુમત્ત વેતન દરોની જાહેરાત કરવામાં આવી છે ત્‍યારથી દાદરા નગર હવેલીમાં વિવિધ એક પછી એક કંપનીના કામદારો-કર્મચારીઓ તેમના હક્ક અધિકારની માંગણી સાથે આવેદનપત્રો આપવા તથા હડતાળ ઉપર ઉતરવાનો સિલસિલો ચાલુ રહ્યો છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે દાદરા નગર હવેલીના રખોલી ગામે આવેલ કંપનીના કર્મચારીઓ પગાર વધારા મુદ્દે હડતાલ પર ઉતર્યા હતા. આ કંપનીમાં રિયા એન્‍ટરપ્રાઇઝ, આકાશ એન્‍ટરપ્રાઇઝ સહીત બીજા પણ કોન્‍ટ્રાક્‍ટરો દ્વારા કોન્‍ટ્રાક્‍ટ સિસ્‍ટમ ચલાવવામાં આવે છે જેમાં હજારોની સંખ્‍યામાં કામદારો કામ કરી તેમની રોજીરોટી રળે છે. આ કામદારોની ફરિયાદ છે કે તેઓને આઠ કલાકના 350થી 360 રૂપિયા જ વેતન મળી રહ્યું છે અને અમે જે પ્રશાસન દ્વારા નક્કી કરવામાં આવેલ એ પ્રમાણે અમને પણ પગાર મળે એવી અમારી માંગ છે. પગાર વધારા મુદ્દે કંપની સંચાલોકોને પુછતા તેઓએ વાતને ટાળી દીધી હતી.
આ હડતાલ પર ઉતરેલ કામદારોના ટોળા અંગે જાણકારી મળતા સેલવાસના મામલતદાર શ્રી સાગર ઠક્કર, લેબર વિભાગના ઓફિસર શ્રી મિહિર જોશી અને પોલીસની ટીમ કામદારો પાસે પહોંચી હતી અને કામદારોની એમની માંગણી સંદર્ભે રજૂઆત સાંભળ્‍યા બાદ યોગ્‍ય ન્‍યાય અપાવવાની પ્રશાસન વતી બાહેંધરી આપી હતી.

Related posts

ધરમપુરમાં ભવાડા ગામે ખેલાયો ખૂની ખેલ: બે પરિવારોના ઝઘડામાં યુવાનને પથ્‍થરો મારી પતાવી દીધો

vartmanpravah

વાપી કરવડ વિસ્‍તારમાં પાલિકા દ્વારા ચાલી રહેલ ડિમોલિશન કામગીરીમાં વિવાદ સર્જાયો

vartmanpravah

વાપી ડેપોની મહિલા કન્‍ડકટરે ઈમાનદારીની મિશાલ જગાવી

vartmanpravah

ભીલાડ પોલીસ વાહન ડીટેન યાર્ડમાં આગ લાગીઃ 20 જેટલા વાહનો આગની લપેટમાં

vartmanpravah

દાદરામાં આઈશર ટેમ્‍પોએ એક રાહદારી અને એક એક્‍ટિવા ચાલકને અડફેટે લઈ સર્જેલો અકસ્‍માત

vartmanpravah

ભૂલી પડેલી પારડીની માનસિક અસ્‍થિર યુવતીનું 181 અભયમ ટીમે પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્‍યું

vartmanpravah

Leave a Comment