October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસમાં જવેલર્સમાંથી સોનાની ચેન ચોરીને ફરાર થયેલ આરોપીની કરાયેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.24: દાદરા નગર હવેલી પોલીસ દ્વારા સેલવાસના જવેલર્સને સોનાની ચેન ચોરી ફરાર થયેલ આરોપીને મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદી એડવેન્‍ચર જવેલર્સના માલિક સુમેર કંકરાજ જૈન રહેવાસી પ્રમુખ ગાર્ડન સેલવાસ જેઓએ નોંધાવેલ ફરિયાદ આધારે એમની જવેલર્સની દુકાનમાં એક અજાણ્‍યો યુવાન એકતોલાની ચેન જેની અંદાજીત કિંમત સાઈઠ હજાર જે લઈને ફરાર થઈ ગયો હતો. જે આખી ઘટના સીસીટીવી કેમેરામા કેદ થઈ હતી તેના આધારે સેલવાસ પોલીસે આઇપીસી 380 મુજબ ફરિયાદ નોંધી પીઆઈ સબાસ્‍ટીયન દેવાસ્‍યાના નેતૃત્‍વમાં એક ટીમ બનાવી સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરતા આરોપી યશ રાજેશ ફુલહારી (ઉ.વ.19)રહેવાસી સેલવાસ જેને શોધી ધરપકડ કરવામાં આવી હતી. એની પૂછપરછ દરમ્‍યાન ગુનો કબુલ કર્યો હતો. આરોપી પાસેથી પોલીસ દ્વારા સોનાની ચેન જપ્ત કરવામા આવી છે.

Related posts

ચીખલીમાં નિર્માણધીન એસટી ડેપોનો સ્લેબ ભરતી વખતે જ અચાનક ધરાશયી થતા ૮ જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત

vartmanpravah

વલસાડમાં તા.27 અને 28 એપ્રિલે વિવિધ કારકિર્દી અંગે કેરિયર ફેર 2024 યોજાશે

vartmanpravah

દેશની પ્રતિષ્‍ઠિત અને પ્રથમ દરજ્‍જાની ક્રિકેટ ટૂર્નામેન્‍ટ રણજી ટ્રોફીમાં ગુજરાતની ટીમમાં દમણના હેમાંગ પટેલની પસંદગી

vartmanpravah

ચીખલી-ખેરગામ રસ્‍તા પર અકસ્‍માતને નોતરું આપતો વાડ ખાડીના પુલની જર્જરિતા

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાનઃ સંઘપ્રદેશમાં રાષ્‍ટ્ર પ્રેમ, દેશદાઝ સાથે ખેલદિલી આનંદ-ઉત્‍સવનો પ્રસંગ

vartmanpravah

વાંસદા તાલુકા નવતાડ ગામની કાજલ માહલાએ સતત ત્રીજી વખત હિમાલયની શિખરો પર વિજય પતાકા લહેરાવી

vartmanpravah

Leave a Comment