October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કીકરલા નાની કોળીવાડથી ચોરાયેલો છોટા હાથી ટેમ્‍પો પારડી પોલીસ છોટા ઉદેપુરથી ટેમ્‍પો સાથે બંને આરોપીને લઈ આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી,તા.15: પારડીના કીકરલા ગામે નાની કોળીવાડ ખાતે રહેતા અશોક પરાગભાઈ કો. પટેલનો છોટા હાથી ટેમ્‍પો નં.જીજે-15-એટી-5061 ગત તા.11-10-23 ના રોજ તેમણે પોતાના ઘર આંગણામાં લોક કરી પાર્ક કર્યો હતો. આ દરમિયાન રાત્રિના કોઈ ચોર ઈસમ આ ટેમ્‍પાનું લોક તોડી અથવા ડુપ્‍લીકેટ ચાવી વડે ખોલી ટેમ્‍પાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જે અંગેની તેમણે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પારડી પોલીસે ચોરને ઝડપવા કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન આ ચોરેલો ટેમ્‍પો લઈ લઈ ફરતા મકસૂદ અબ્‍દુલ હમીદ શેખ ઉ.વ.45 રહે.વલસાડ ધરમપુર, વડ ફળિયા મિનારા મસ્‍જિદ પાસે અને કમલેશ ગાગુલાજી પ્રજપતિ ઉ.વ.30 રાજસ્‍થાન, ઉદયપુર, સંદેસરા છોટાઉદેપુર એલસીબી પોલીસના હાથે વાહન ચેકિંગમાં ઝડપાઈ જતાં તેમણે પારડી પોલીસને જાણ કરવામાં આવતા પારડી પોલીસ છોટાઉદેપુર પહોંચી ટેમ્‍પો સાથે બંને આરોપીને લઈ આવી કાર્યવાહી હાથ ધરી છે. ત્‍યારે વધુ તપાસમાં આ બન્ને રીઢા ચોર હોવાનું બહાર આવ્‍યું છે.

Related posts

રેંટલાવ ઓવર બ્રિજ પર અજાણ્‍યા વાહન ચાલકે મોટર સાયકલને અડફટે લેતા બે યુવાનોના મોત

vartmanpravah

ચીખલી તાલુકામાં અને ઉપરવાસમાં મૂશળધાર વરસાદને પગલે કાવેરી, અંબિકા, ખરેરા સહિતની લોકમાતાઓમાં ઘોડાપૂર

vartmanpravah

19મી નવેમ્‍બરના શનિવારે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના સત્‍કાર માટે દમણ એરપોર્ટથી દાભેલ ચેકપોસ્‍ટ સુધી યોજાનારો ભવ્‍ય રોડ શો

vartmanpravah

દીવમાં મેઈન રોડ પર માટી ભરેલું ડમ્પર ફસાયું

vartmanpravah

દાનહના ગલોન્‍ડા ગામેથી શંકાસ્‍પદ હાલતમાં મહિલાની લાશ મળતા ચકચાર

vartmanpravah

વલસાડ જિલ્લામાં પારડી તાલુકા સ્‍વાગત કાર્યક્રમમાં 36 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

Leave a Comment