October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશવલસાડવાપી

19મી નવેમ્‍બરના શનિવારે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના સત્‍કાર માટે દમણ એરપોર્ટથી દાભેલ ચેકપોસ્‍ટ સુધી યોજાનારો ભવ્‍ય રોડ શો

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના તમામ રાજકીય પક્ષો પણ પોતાની રાજકીય વિચારધારાને બાજુએ મુકી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દાનહ અને દમણ-દીવના કરેલા નવનિર્માણ ઉપર મહોર મારી પ્રધાનમંત્રીના સત્‍કાર માટે પ્રદેશના તમામ રાજકીય પક્ષો પણ જોડાવા આતુર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16 : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અગામી તા.19મી નવેમ્‍બરના શનિવારે દમણ એરપોર્ટ થઈ રોડ માર્ગે વાપી જવાના હોવાથી દમણ એરપોર્ટથી દાભેલ ચેકપોસ્‍ટ સુધી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સત્‍કાર માટે ભવ્‍ય રોડ શોનું આયોજન હાથ ધરાયું છે.
પ્રધાનમંત્રીશ્રીના પાવન પગલાં દમણની ધરતી ઉપર પડી રહ્યા છે ત્‍યારે શનિવાર તા.19મી નવેમ્‍બરના રોજ ભવ્‍ય રોડ શો માટેનો તખ્‍તો તૈયાર થઈ ચુક્‍યો છે. નાની દમણ એરપોર્ટથી મશાલચોક થઈ જનારા રૂટ ઉપર આખું દમણ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સત્‍કાર માટે ઉમટી પડે એ પ્રકારના આયોજનને અંતિમ સ્‍વરૂપ આપવામાં આવી રહ્યું છે અને અગામી તા.30મી નવેમ્‍બરે યોજાનાર પ્રધાનમંત્રીશ્રીની મુલાકાતને પણ અત્‍યંત સફળ અને યાદગાર બનાવવાપ્રશાસનિક પ્રયાસો પણ તેજ થયા છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિવસેના ઉદ્ધવ જૂથને છોડી તમામ રાજકીય પક્ષો પણ પોતાના પક્ષની વિચારધારાને ભૂલી પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દાદરા નગર હવેલી અને દમણ-દીવના કરેલા નવનિર્માણ ઉપર મહોર મારી ચુક્‍યા છે અને પ્રધાનમંત્રીશ્રીના સત્‍કાર માટે પ્રદેશના તમામ રાજકીય પક્ષો પણ થનગની રહ્યા છે. સંભવતઃ આ પ્રકારની ઘટના કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં જ શક્‍ય હશે. કારણ કે, તમામ રાજકીય પક્ષોએ પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિને ખુલ્લું સમર્થન દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં જાહેર કર્યું છે.

Related posts

માનવતા મહેકાવતી પારડી પોલીસ: અસ્‍થિર મગજના સગીરનું પરિવાર સાથે સુખદ મિલન

vartmanpravah

કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા લોક સહયોગ જરૂરી

vartmanpravah

જિલ્લા કક્ષાના યુવા મતદાર મહોત્‍સવમાં રાનકુવા હાઈસ્‍કૂલ છવાઈ

vartmanpravah

‘ખેલો ઇન્‍ડિયા યુથ ગેમ્‍સ-2024′ અંતર્ગત આટિયાવાડના સરપંચ ઉર્વશીબેન પટેલે રમતોત્‍સવનું આયોજનઃ પુરૂષો અને મહિલાઓ માટે ક્રિકેટ તથા દોરડાખેંચ જેવી રમતો દ્વારા ફેલાવેલી ખેલદિલીની ભાવના

vartmanpravah

જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

દીવ જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટી અને દીવ બાર ઍસોસિઍશન દ્વારા ઘોઘલા ખાતે જાગૃતતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment