April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

ચીખલી તાલુકામાં અને ઉપરવાસમાં મૂશળધાર વરસાદને પગલે કાવેરી, અંબિકા, ખરેરા સહિતની લોકમાતાઓમાં ઘોડાપૂર

  • તસવીર દીપક સોલંકી

     ચીખલી પંથકમાં છેલ્લા 24 કલાકમાં 6.08 ઇંચ જેટલો વરસાદ ખાબક્‍યો

  • ચીખલી તાલુકામાં ભારે વરસાદને પગલે વિવિધ વિસ્‍તારના નવ જેટલા માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્‍યવહાર બંધઞ્જ તાલુકાના મલિયાધરા અને ચીમલા ગામે ઘરની છત ધરાશાયી થતાં પરિવારને માથે આભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.08

નવસારી જિલ્લાના ચીખલી પંથકમાં છેલ્લાં ઘણાં દિવસોથી ચોમાસા એ જમાવટ કરી છે. આ દરમિયાન શુક્રવારના રોજ વહેલી સવારથી મેઘરાજાએ આક્રમક સ્‍વરૂપ ધારણ કરતા ઘનઘોર વાતાવરણ વચ્‍ચે ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને અવિરતપણે પણ મેઘ મહેર ચાલુ જ રહેતા જનજીવન પણ પ્રભાવિત થયું હતું. સતત વરસાદને પગલે માર્ગો પરથી પાણી વહેતા થઈ ગયા હતા.
ચીખલી અને ઉપરવાસમાં મેઘરાજા મન મૂકીને વરસતા તાલુકામાંથી પસાર થતી કાવેરી ખરેરા અને અંબિકા સહિતની લોકમાતાઓમાં ચોમાસામા પ્રથમ વખત ઘોડાપૂરની સ્‍થિતિ સર્જાઈ હતી. ચીખલીમાંથી પસાર થતી કાવેરી નદીની સપાટીમાં ગણતરીના કલાકોમાં વધારો થતા ગોલવાડ અને તળાવ તરફથી જુનો લો લેવલ કોઝવે પૂરના પાણીમાંગરકાવ થઈ ગયા હતા. આ ઉપરાંત આમધરા મોગરાવાડી સ્‍થિત ખરેરા નદીનો લો લેવલ કોઝવે પૂરના પાણીમાં ગરકાવ થતાં પીપલગભણ મોગરાવાડી માર્ગ બંધ થઈ ગયો હતો. આ ઉપરાંત ચીખલી-ફડવેલ મુખ્‍ય માર્ગ ઉપર નાવણી નદીના પુલ ઉપર પૂરના પાણી ફરી વળતા તાલુકા મથકથી સારવણી, અંબાચ, કાકડવેલ સહિતના ગામોનો સીધો સંપર્ક કપાઈ ગયો હતો. વાંસદા તાલુકાના લીમઝર, વાંદરવેલા સહિતના ગામોનો પણ સંપર્ક તૂટતા એસ.ટી. બસો પણ ફડવેલથી જ રવાના કરવામાં આવી હતી. જેને લઈને અનેક લોકો હાલાકી વેઠવાની નોબત આવી હતી.
તાલુકામાં ધોધમાર વરસાદ વચ્‍ચે ચીમલામાં મકાનની પતરાંવાળી છત અચાનક જ ધરાશાયી થતાં ઘરમાં પાલીબેન ઝીણાભાઈ પટેલને માથાના ભાગે ઇજા થતાં સારવાર લેવાની ફરજ પડી હતી. આ ઉપરાંત મલિયાધરાના કુવા ફળિયામાં સુષ્‍માબેન શૈલેષભાઈ પટેલના નડિયા અને સિમેન્‍ટના પતરાવાળી છત અચાનક કકડભૂસ થતાં ભર ચોમાસે પરિવાર મુશ્‍કેલીમાં મુકાયો હતો.
ચીખલી તાલુકાના ફડવેલ ગામે મુખ્‍ય માર્ગ ઉપર આવેલ તળાવની ઉનાળામાં ઊંડું કરવા માટે પાળ તોડ્‍યા બાદ માટી પુરાણ પણ નહીં કરી બંધ નહીં કરાતા ભૂતિયા ટેકરા ફળિયાના ધરોની આજુબાજુમાં પાણી ફરી વળતા અને ઘરમાં ઘૂસી જવાની સ્‍થિતિ સર્જાતા સ્‍થાનિકોના જીવ ટાળવે ચોટ્‍યા હતા આવિસ્‍તારમાં પીએચસીના કેમ્‍પસમાં પણ પાણીભરાયા હતા.
તાલુકાની વિવિધ વિસ્‍તારમા સ્‍થાનિક કોતરો પરના કોઝવે પૂરના પાણીમાં ગરકાવ થવા સાથે ગ્રામ્‍ય વિસ્‍તારના અનેક માર્ગો ઉપર ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોની મુશ્‍કેલી વધી હતી તાલુકામાં બપોરે 24 કલાકમાં 6.08 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેમાં નોંધપાત્ર વરસાદ દિવસ દરમિયાન જ પડ્‍યો હતો. સવારે 8 થી 10 દરમિયાન તો મેઘરાજા એ તોફાની બેટિંગ કરતાં બે કલાકમાં જ બે ઇંચ જેટલો વરસાદ વરસ્‍યો હતો. તાલુકામાં આ સાથે સીઝનનો કુલ વરસાદ 24.52 ઇંચ જેટલો નોંધાયો હતો.
ચીખલી તાલુકામાં ભારે વરસાદને પગલે બંધ થયેલા માર્ગોની યાદી નીચે મુજબ છે.
(1) પીપલગભણઆમધરામોગરાવાડી રોડ. (2) બામણવેલહરણગામદોણજા રોડ (3) ચીખલીફડવેલઉમરકુઈ રોડ
(4) તલાવચોરાબારોલીયા પીપળા ફળીયા (5) તલાવચોરા ડેન્‍સા ફળીયા તેજલાવ રોડ (6) વેલણપુરગોડથલ રોડ
(7) રૂમલાનડગધરી રોડ (8) ચરી પ્રાથમિક શાળાથી ઉખડ ફળીયા રોડ

Related posts

દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં અતિભારે વરસાદને પગલે નવસારી જિલ્લા તંત્ર એલર્ટ

vartmanpravah

વલસાડની સેગવા પ્રાથમિક શાળામાં કુદરતી આપત્તિ માર્ગદર્શન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ જિલ્લા અને સેશન જજશ્રીએ મહિલાઓની જાતીય સતામણી આંતરિક ફરિયાદ સમિતિનું કર્યું ગઠન

vartmanpravah

દાનહ અને દમણ-દીવ ખેલ અને યુવા વિભાગ દ્વારા સ્‍ટેડીયમ ખાતે ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન કરાયું

vartmanpravah

આજે લોકસભાની દમણ-દીવ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલ પોતાનું ઉમેદવારી પત્રક ભરશે

vartmanpravah

કરજગામ લાલ પાણીનો મુદ્દો હવે એસટી કમિશનમાં

vartmanpravah

Leave a Comment