Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની સોફટવેર કંપનીએ દુનિયામાં 80 દેશોમાં ગુજરાત નામ ગુંજતું કર્યું

વલસાડના યુવાન તુષાર ભગતે એક ફલેટમાં આઈ.ટી. કંપની ચાલું કરી હતી : આજે ધરમપુર રોડ ઉપર કોર્પોરેટ ઓફિસ ધમધમે છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: ભારતમાં હેદરાબાદ, બેંગલોર કે મુંબઈને આઈ.ટી. હબ મનાતા રહ્યા છે. પરંતુ હવે આઈ.ટી. કંપનીઓ નાના શહેરમાં પણ વિકસીરહી છે. વાત છે વલસાડના યુવાને વલસાડમાં એક ફલેટમાં શરૂ કરેલી આઈ.ટી. કંપની અત્‍યારે દુનિયાના 80 દેશોમાં આઈ.ટી. બિઝનેશ કરીને ગુજરાતના નામ ગુંજતું કર્યું છે. અત્‍યારે કંપનીની ધરમપુર રોડ ઉપર અધ્‍યતન કોર્પોરેટ ઓફિસ ધમધમી રહી છે.
વલસાડના યુવાન તુષાર ભગતએ જર્મની આઈ.ટી. નિષ્‍ણાંત હેલ્‍મેટ ઓટો સાથે વલસાડમાં યુક્રિઝીઓ નામની કંપનીની સ્‍થાપના કરી હતી. કંપની નાનકડા ફલેટમાં શરૂ કરી હતી. આજે કંપની વિશાળ કોર્પોરેટ ઓફિશ ધરાવે છે. કંપનીની સેવા ભારતથી વધારી યુરોપ, અમેરિકા, આફ્રિકા અને એશિયા મળી કુલ 80 દેશોમાં પોતાના ગ્રાહકો બનાવ્‍યા છે. આ એક વ્‍હીકલ ટ્રેકીંગ સિસ્‍ટમ બનાવતી આઈ.ટી. કંપની છે. કંપનીની સિસ્‍ટમ રાજ્‍ય પોલીસ, એમ્‍બ્‍યુલન્‍સ, વેસ્‍ટ મેનેજમેન્‍ટ રેલવેની વિવિધ સુવિધાઓમાં ઉપયોગ થઈ રહ્યો છે. કંપનીએ અનોખુ સોફટવેર વિકસાવ્‍યું છે જે આપાતકાલમાં લોકેશન ટ્રેકીંગ કરે છે. અન્‍ય રાજ્‍ય સરકારો પણ વલસાડની આ આઈ.ટી. કંપનીની સેવા લેવા આગળ આવી રહી છે.

Related posts

વલસાડ જિલ્લા-તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયો

vartmanpravah

તા.10 થી 17 ફેબ્રુઆરી દરમિયાન કૃમિનાશક સપ્‍તાહની ઉજવણી કરવામાં આવશે

vartmanpravah

116 યુનિટ રક્‍તદાન દ્વારા કરાયેલી નવા વર્ષની ઉજવણી

vartmanpravah

વલસાડના વૃદ્ધોને હવે વિના મુલ્‍યે રોજીંદી દવા મળી રહેશે

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કૃપાદૃષ્ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલની સ્વપ્નદ્રષ્ટા પહેલની ફળશ્રુતિ રૂપે સેલવાસના જૂના સચિવાલય સંકુલમાં 6 અને 7 ફેબ્રુઆરીએ નવા લેબર કોડ્‍સ અંગે વર્કશોપ યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લાના તલાટીઓની નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સાથે યોજાયેલ મીટિંગ સફળ રહી : હડતાલ સમેટાઈ

vartmanpravah

Leave a Comment