Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશવલસાડસેલવાસ

દાનહના સામરવરણી ગામમાં દિપડાએ એક ખેડૂતના કોઢારમાં બાંધેલ વાછરડા ઉપર કરેલો હૂમલોઃ ગ્રામજનોમાં ફફડાટ

મળસ્‍કે ચારેક વાગ્‍યાના સુમારે પશુઓનો અવાજ સાંભળી પશુમાલિક અને ફળિયાના લોકો જાગી જતાં દિપડો ભાગી ગયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.28 : દાદરા નગર હવેલીના સામરવરણી ગામે એક દિપડો પશુનું મારણ કરવા આવતાંગ્રામજનોમાં ફફડાટ જોવા મળ્‍યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર સામરવરણી ગામના આંબાપાડા વિસ્‍તારમાં રહેતા દિનેશભાઈ ખેતી સાથે પશુપાલન કરી પરીવારનું ગુજરાન ચલાવે છે, જેઓના ઘરની બાજુમાં કોઢારમાં ગાય અને વાછરડા બાંધેલા હતા. મળસ્‍કે ચાર વાગ્‍યાના સુમારે એક દિપડો આવી કોઢારમાં બાંધેલા પશુનું મારણ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અન્‍ય પશુનો અવાજ આવતા ઘરના લોકો તેમજ આજુબાજુના લોકો દોડી આવતા દિપડો ભાગી ગયો હતો. કોઢારમાં બાંધેલ એક ગાયના ગળામાં દિપડાના દાંતના નિશાન જોવા મળ્‍યા હતા. દિપડો આવ્‍યો હોવાની જાણ દિનેશભાઈ અને ફળિયાના લોકોએ સરપંચને ફોન દ્વારા કરી હતી. બાદમાં વન વિભાગના અધિકારીને પણ જાણ કરી હતી. વન ટીમ પહોંચી ગાયના ગળામાં દાંતના નિશાનનું અવલોકન કર્યું હતું અને જણાવ્‍યું હતું કે, ખોરાકની શોધમા શિકાર કરવા દિપડો અહીં આવ્‍યો હશે. વન વિભાગના અધિકારીઓએ દિપડાને પકડવા માટે પાંજરું મુકવાની તજવીજ હાથ ધરી છે.

Related posts

ઊર્જામંત્રી કનુભાઇ દેસાઇની ઉપસ્થિતિમાં તેમના નિવાસસ્થાને સ્માર્ટ વીજ મીટર લગાવાયું

vartmanpravah

આપણુ ગુજરાતઃ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતઃ વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં ભ્રષ્ટાચાર સામે જાગૃતતા માટે ઇનોવેટીવ ટેક્નિક્સ અંગે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

મંત્રી કનુભાઈ દેસાઈ સહિતનામહાનુભાવોએ ગાંધીજીની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરી

vartmanpravah

ગ્રામ પંચાયત નારગોલ દ્વારા મેગા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્‍યું

vartmanpravah

ચીખલી મામલતદાર કચેરીની બેદરકારીઃ વરસાદ વરસ્‍યો છતાં નોંધવામાં જ ન આવ્‍યો

vartmanpravah

વાપીમાં પાણીનુ ઘમાસાણ : 15 જેટલા આર.ઓ. પ્‍લાન્‍ટ પાલિકાએ બંધ કરાવતા વેપારીઓનો પાલિકામાં મોરચો

vartmanpravah

Leave a Comment