November 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મરઘમાળ ગામે સાકાર વાંચન કુટીર સ્‍થાપના દિનની – મહામાનવ ડૉ. એ.પી.જે અબ્‍દુલ કલામની જન્‍મ જયંતીની ઉજવણી કરવામાં આવી

વૈજ્ઞાનિકો, શોધકોની વેશભૂષા દ્વારા વિદ્યાર્થીઓ, યુવાનોને લાઈબ્રેરી તરફ વાળવા સાકાર જીવન વિકાસટ્રસ્‍ટ મુંબઈ તથા રેઈન્‍બો વોરિયર્સ ધરમપુર, ગ્રામ પંચાયત મરઘમાળનો અનોખો પ્રયાસ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: સાકાર જીવન વિકાસ ટ્રસ્‍ટ મુંબઈના સૌજન્‍યથી નિર્મિત સાકાર વાંચન કુટીર મરઘમાળના સ્‍થાપના દિનની ઉજવણી તથા મહામાનવ ડૉ. એ.પી.જે અબ્‍દુલ કલામની જન્‍મ જયંતીની ઉજવણી નિમિત્તે સાકાર વાંચન કુટીર મરઘમાળ મુકામે વૈજ્ઞાનિકો તથા શોધકોની વેશભૂષા યોજાઈ હતી જેનું ઉદઘાટન દિવ્‍યેશ પટેલ (સિવિલ એન્‍જિનિયર), મહેશ ગરાસિયા (આર.ટી.ઓ. કચેરી વલસાડ), કમલેશ પટેલ (આદિવાસી એકતા પરિષદ ધરમપુર) તથા ઉત્તમભાઈ ગરાસિયાના હસ્‍તે દીપ પ્રાગટય કરીને કરવામાં આવ્‍યું હતું.
મહામાનવ ડૉ એ.પી.જે અબ્‍દુલ કલામની જન્‍મ જયંતી નિમિત્તે વૈજ્ઞાનિકો તથા શોધકોની વેશભૂષા સ્‍પર્ધા યોજાઈ હતી. જેમાં 29 વિદ્યાર્થીઓએ અલગ અલગ વૈજ્ઞાનિકો તથા શોધકોની વેશભૂષા ખુબજ ઉત્‍સાહ પૂર્વક રજૂ કરી હતી. વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો.
સ્‍પર્ધકોને સાકાર જીવન વિકાસ ટ્રસ્‍ટ મુંબઈના ફાઉન્‍ડર હિતેનભાઈ ભૂતા તરફથી પ્રથમ નંબર 20 ગ્રામ ચાંદીનો મેડલ દ્વિતિય નંબર 10 ગ્રામ ચાંદીનો મેડલ તથા તૃતિય નંબર 5 ગ્રામ ચાંદીનો મેડલ આપી પ્રોત્‍સાહિત કર્યા હતા. તથા ભાગ લેનાર તમામ સ્‍પર્ધકોને લંચબોકસ ભેટ આપવામાં આવ્‍યાહતા. આ ઉપરાંત સ્‍વ. દિનેશભાઈ પટેલ (શિક્ષણ સેવા વર્ગ 2) ના સ્‍મરણાર્થે હર્ષાબેન પટેલ તરફથી સ્‍ટીલ ડીસ સેટ, ઉત્તમભાઈ ગરાસિયા તથા વિલાસબેન ગરાસિયા તરફથી સ્‍ટેશનરી તથા આરોગ્‍ય કીટ, અનિલભાઈ ગરાસિયા એમના પરિવારજનો તરફથી દરેક સ્‍પર્ધકને રોકડ ભેટ કવર તથા ડૉ. વિરેન્‍દ્ર ગરાસિયા ના પિતા સ્‍વ. મણીલાલ ગરાસિયાના સ્‍મરણાર્થે રોકડ ભેટના કવર આપ્‍યા તેમજ મહેન્‍દ્રભાઈ ઉત્તમભાઈ ગરાસિયા તરફથી રોકડ ભેટ કવર આપી તમામ સ્‍પર્ધકોને પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા.
રેઈન્‍બો વોરિયર્સ ધરમપુર અનોખી પરંપરા મુજબ સાકાર વાંચન કુટીરના વાચકો જેમણે સરકારી નોકરી મેળવી છે એવા આનંદ ચીમનભાઈ પટેલ (ડે. સેકશન અધિકારી) ભૂમિક અનિલ ગરાસિયા (ડિપાર્ટમેન્‍ટ ઓફ પોસ્‍ટ) તથા જીજ્ઞેશભાઈ બાબુભાઈ પટેલ (ડિપાર્ટમેન્‍ટ ઓફ પોસ્‍ટ) નું શાલ ઓઢાડી પુષ્‍પ છોડ આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન મરઘમાળના સરપંચ રજનીકાંત પટેલ તથા રેઈન્‍બો વોરિયર્સ ધરમપુરના કો-ઓર્ડીનેટર શંકર પટેલે કર્યું હતું.

Related posts

દમણઃ કડૈયા ગ્રુપ ગ્રા.પં. ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયું શાનદાર સ્‍વાગત

vartmanpravah

દીવ ખાતે ભારતની ઐતિહાસિક જી20 પ્રેસિડેન્‍સી વિશે જાગૃતતા ફેલાવતા પ્રદર્શનનું આયોજન

vartmanpravah

દાનહના કિલવણી ગ્રામ પંચાયતમાં‘સરકાર આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah

નરોલી ગ્રા.પં. વિસ્‍તારમાં ગંદકી ફેલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ : દાનહ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારીની નરોલી ગામની મુલાકાત દરમિયાન નજરે પડેલી ગંદકી

vartmanpravah

દાનહ ભારતીય જનતા યુવા મોરચા શહેર પ્રમુખે 300 યુવાઓને ‘ધ કાશ્‍મીર ફાઇલ્‍સ’ ફિલ્‍મ મફત બતાવી

vartmanpravah

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં પ્રસુતિમાં મહિલાનું મોત નિપજતા પરિવારનો હંગામો

vartmanpravah

Leave a Comment