October 13, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવાપીસેલવાસ

જે.પી.પારડીવાલા આર્ટ્‍સ એન્‍ડ કોમર્સ કોલેજ કિલ્લા-પારડી ખાતે એનએસએસના ઉપક્રમે ઈ-એફઆઈઆર એપની માહિતીના કાર્યક્રમનું આયોજન

પારડી પોલીસ સ્‍ટેશનના પીએસઆઈ જયદીપસિંહ સોલંકીએ કોલેજના 235 જેટલા વિદ્યાર્થીઓને ‘‘ઈ-એફઆઈઆર એપ તથા સાઈબર ક્રાઈમની” થી કર્યા વાકેફ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.27
ગુજરાત રાજ્‍યગૃહ વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલ સીટીઝન પોર્ટલ અને સીટીઝન ફર્સ્‍ટએપ્‍લિકેશન મોબાઈલ એપ મારફતે વાહન ચોરી કે મોબાઇલ ચોરી વિગેરે માટે અરજદારો અથવા નાગરિકોએ પોલીસ સ્‍ટેશનમાં જવાની જરૂરિયાત નથી પરંતુ ઈ.એફ.આઈ.આર. એપ દ્વારા ઓનલાઈન એફઆઈઆરની નોંધણી કોઈપણ જગ્‍યાએથી કરી શકાશે. આ ઉપરાંત એફઆઈઆરની તપાસ અંગેની જાણકારી એફઆઈઆરની કોપી પણ અરજદારોને તથા નાગરિકોને ઓનલાઈન મળી શકશે. આ ઉપરાંત તપાસ અધિકારી 30 દિવસમાં તપાસ પૂર્ણ કરી કોર્ટને મોકલશે. જેથી નાગરિકોને વિમાની રકમ મેળવવામાં સરળતા રહેશે તથા પોલીસ તથા અરજદાર અને નાગરિકોનો સમય પણ બચશે. આ ઉપરાંત હાલની પોલીસ સ્‍ટેશનની પ્રક્રિયા, તેની કાર્ય પ્રણાલી, થાણા અધિકારીની જવાબદારી, વિભાગીય પોલીસની જવાબદારી, નાયબ પોલીસ કમિશનની જવાબદારી, પોલીસ અધિક્ષકની જવાબદારી, સીટીઝન પોર્ટલ ડેસ્‍ટોપ સ્‍કીન, એફઆઈઆર મોબાઈલ એપ્‍લિકેશન સ્‍કીન, ડિસ્‍કલેમર સીટીઝન પોર્ટલ, નાગરિકો માટે ઈ-એફઆઈઆર ભરવાના ફોર્મ તથા સાયબર ક્રાઈમની માહિતી તેમાં થતી છેતરપિંડી તથા તેમાંથી બચવાના ઉપાયોની તમામ માહિતી ખૂબ જ સચોટ અને સરળ ભાષામાં પારડી પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ જયદીપસિંહ સોલંકી દ્વારા પારડી જે.પી. પારડીવાલા કોલેજ ખાતે 235 થી વધુ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાંએનએસએસ પ્રોગ્રામ ઓફિસર મણીબેન સોલંકી, ઈન્‍ચાર્જ આચાર્ય ગંગાબેન, પારડી પોલીસ સ્‍ટેશનના પીએસઆઈ જયદીપસિંહ સોલંકી તથા તેમનો સ્‍ટાફ, પ્રોફેસર દિલીપભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ વિગેરે ઉપસ્‍થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્‍યો હતો.

Related posts

રોટરી ક્‍લબ ઓફ વાપી અને યુ.પી.એલ.ના સંયુક્‍ત ઉપક્રમે બ્‍લડ ડોનેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

નવી દિલ્‍હીમાં ભાજપના ચૂંટણી પ્રચાર અભિયાનના કન્‍વીનર અને સહ કન્‍વીનરની બેઠકમાં દાનહ અને દમણ-દીવનું વાસ્‍તવિક ચિત્ર રજૂ કરતા વરિષ્‍ઠ ભાજપ નેતા જીતુ માઢાઃ પ્રદેશની બંને બેઠકો ઉપર વિજય મેળવવા પ્રગટ કરેલો વિશ્વાસ

vartmanpravah

દાનહમાં ગેરકાયદેસર માટી ખનન કરનારા તત્ત્વો સામે સેલવાસ મામલતદારની ટીમે કરેલી કાયદાકીય કાર્યવાહી

vartmanpravah

દમણઃ દુણેઠા ડમ્‍પિંગ સાઈટ પર કાર્યરત ડમ્‍પરની અડફેટમાં શ્રમિકનું બાળક આવતાં મોત

vartmanpravah

નવસારી જેસીઆઈ દ્વારા રંગોળી સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પારડીમાં વિજયા દશમીનો યોજાયેલો કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment