(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.24: શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ સંચાલિત શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર દ્વારા દિવાળી તહેવારની ઘણા હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી.આપણા ભારત દેશમાં વર્ષ દરમિયાન અનેક સામાજિક ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવાય છે તેમાં ‘‘દિવાળી”ને તહેવારોનો રાજા કહેવાય છે. તો દિવાળીના તહેવારની ઉજવણી અંતર્ગત શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શનમાં તમામ શિક્ષકોના સહયોગથી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે દીવડા બનાવવા, ધોરણ 6 અને 7 ના વિદ્યાર્થીઓ માટે ગ્રીટીંગ કાર્ડ અને ધોરણ-8ના વિદ્યાર્થીઓ માટે કંડિલ અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક સ્પર્ધાઓમાં ધોરણ 1 થી 8 ના તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા સરસ મજાના દીવડાઓ, ગ્રીટીંગ કાર્ડ, કંડિલ અને મનમોહક એવી રંગોળી બનાવી કાર્યક્રમને સફળ બનાવ્યોહતો. સ્પર્ધાઓમાં વિજય થયેલા વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. દીવડા સ્પર્ધામાં ધો.1 માં યાત્રી આર. પટેલ, ધો.2 માં ધવન આર. પટેલ, ધો.3 માં શુભ એન. પટેલ, ધો.4 માં વૈદિક ડી. જોશી, ધો.5 માં પરી એ મકવાણા ગ્રીટિંગ કાર્ડ સ્પર્ધામાં ધો.6 માં દિવ્યતા ડી. પટેલ, ધો.7 માં ધ્વનિ પી. પટેલ અને રંગોળી સ્પર્ધામાં ધો.8 માં મહેક પોપાણીયા અને તેનું વૃંદ તેમજ કંડિલ સ્પર્ધામાં ચિંતન પટેલ તેમજ દિવાળી પોસ્ટર સ્પર્ધામાં ધો.1 માં ધ્યેય એચ. પટેલ, ધો.2 માં ક્રિષ્ના પી. પટેલ, ધો.3 માં યાશી ટંડેલ, ધો.4 માં પ્રાંજલ ક્લારિયા, ધો.5 માં ઝીલ પટેલ, ધો.6 માં મનસ્વી પી. પટેલ, ધો.7 માં રિદ્ધિ આર. પટેલ અને ધો.8 માં ફેન્સી પી. ભંડારી, આ તમામ વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરતા સ્પર્ધામાં વિજેતા થયેલ સર્વ વિદ્યાર્થીઓને શાળાના મેનેજિંગ ટ્રસ્ટી કપિલ સ્વામીજી, તમામ ટ્રસ્ટીગણો, કેમ્પસ એકેડેમિક ડિરેક્ટર ડો. શૈલેષ લુહાર, એડમીન ડિરેક્ટર હિતેન ઉપાધ્યાય, આચાર્યશ્રી ચંદ્રવદન પટેલ તથા તમામ શિક્ષકગણોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.