October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણવલસાડવાપી

દમણ પોલીસે બંધ ઘરમાં ચોરીના ગુનામાં 03 આરોપીઓને વાપી રેલવે સ્‍ટેશનેથી ઝડપી પાડયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16 : મોટી દમણ કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનમાં તા.04 ઓક્‍ટોબરે એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે, કોઈ અજાણ્‍યા વ્‍યક્‍તિ/વ્‍યક્‍તિઓએ તેમના બંધ ઘરમાં પાછળનો દરવાજો તોડીને ઘરમાંથી સોનાના ઘરેણાં, પૈસા વગેરેની કરી છે. પોલીસે આઈપીસી 380, 454 મુજબ કેસ નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસે કેસની વધુ તપાસ કરતા અલગઅલગ પોલીસની ટીમ બનાવીને ઘટના સ્‍થળની આસપાસના વિસ્‍તારોમાં બારિકાઈથી તપાસ કરી. જેમાં માલૂમ પડયું કે, 03 વ્‍યક્‍તિઓ દ્વારા આ ચોરીની ઘટનાને અંજામ આપ્‍યો હતો. પોલીસની ટીમે આવતા-જતા રસ્‍તાઓનું મેપિંગ કર્યું અને બસ સ્‍ટેન્‍ડ, રેલવે સ્‍ટેશનની આસપાસની માહિતી ભેગી કરી હતી. ત્‍યારબાદ હ્યુમન ઈન્‍ટેલીજન્‍સથી મળેલી જાણકારીના આધારે ખબર પડી કે ત્રણેય આરોપી વાપી રેલવે સ્‍ટેશનની આસપાસ જોવા મળી રહ્યા છે. ત્રણેય આરોપી ઘણાં સમયથી વાપીના ડુંગરા ગામમાં રહેતા હતા અને બંધ ઘરોમાં લગાતાર રેકી કરતા હતા. દમણ પોલીસની એક ટીમને રેલવે સ્‍ટેશન વિસ્‍તારના સ્‍થળોએ શોધખોળ કરવા માટે મોકલી હતી અંતે પોલીસની ટીમને ઘણી મહેનત બાદ 03 આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી હતી.
પકડાયેલા આરોપીઓ પાસેથી એક 80 ગ્રામ સોનાનું મંગલસૂત્ર કિંમત રૂા.4 લાખ અને એક સોનાની રિંગ અંદાજીત કિંમત રૂા.7 હજાર મળી આવી હતી.
ત્રણેય આરોપીઓની વધુ તપાસ દમણ પોલીસ કરી રહી છે.

Related posts

દાનહના સામરવરણીની ગાર્ડનસીટીમાં ગુડી પડવાની કરાયેલી ઉજવણી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03 કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સામરવરણીના ગાર્ડન સીટી સોસાયટીમાં રહેતા મહારાષ્‍ટ્રીયન સમાજના લોકો દ્વારા સામુહિક રીતે ગુડી પડવા ઉત્‍સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મરાઠી સમાજના પારંપરિક વેષમાં ગુડી પડવાની પુજા કર્યા બાદ એકબીજાને હિન્‍દુ નવા વર્ષની શુભેચ્‍છા આપવામાં આવી હતી. આ અવસરે દાનહ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિશા ભાવર, સોસાયટીના પ્રમુખ શ્રી બાબુ ડેરે સહિત મહારાષ્ટ્રીયન સમાજના લોકો ઉપસ્‍થિત રહી એકબીજાને ગુડી પડવાની શુભેચ્‍છાઓ પાઠવી હતી.

vartmanpravah

વલસાડ જિલ્લાની 12956 ગંગા સ્‍વરૂપા બહેનોને આધાર કાર્ડ-મોબાઈલ નંબર અપડેટ/ લીંક કરાવવા અનુરોધ

vartmanpravah

વલસાડમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અને મહિલા સ્વરોજગાર મેળો યોજાયો

vartmanpravah

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી): કાચુ મકાનમાં વસવાટ દરમિયાન અનેક સમસ્‍યાઓનો સામનો કરવો પડતો હતો પ્રધાનમંત્રી આવાસ યોજનાથી મારૂ પાકા મકાનનું સ્‍વપ્‍ન પૂર્ણ થયું. દિવ્‍યાંગ હેતલકુમાર પટેલ

vartmanpravah

રાજપૂત સમાજ મેરેજ બ્‍યુરો કોસંબા અને આદિત્‍ય એનજીઓ નરોલીના સહયોગથી રાજપૂત સમાજના અપરણિત પાત્રો અને છૂટાછેડા થયેલા હોય તેવા પાત્રો માટે રવિવારે નરોલી પંચાયત હોલ ખાતે યોજાનારો પરિચય મેળો

vartmanpravah

ખેતીવાડી વિભાગના એક અધિકારીના મેળાપીપણામાં ચીખલીમાં ચોપડે ખેડૂતોના નામે ઉધારી સબસીડીયુક્‍ત યુરિયા ખાતરનું મોટાપાયે વાપી, સેલવાસ, બીલીમોરા, દમણ સહિતના ઔદ્યોગિક વિસ્‍તારમાં ગેરકાયદેસર વેચાણ થતું હોવાની ઉઠેલી ફરિયાદ

vartmanpravah

Leave a Comment