June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિ.પં.માં અઢી વર્ષની ટર્મ માટે સમિતિની રચના જાહેર કરાઈ : કારોબારી ચેરમેન મિતેશ પટેલ

કારોબારી ચેરમેનના વિવાદ બાદ ઘીના ઠામમાં ઘી : તમામ ચેરમેન બિનહરીફ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વલસાડ જિલ્લા પંચાયતની પ્રથમ ટર્મ પુરી થયા બાદ બીજી ટર્મ અઢી વર્ષ માટે સોમવારે વિવિધ પદ-ચેરમેનની સર્વાનુમતે વરણી કરાઈ, પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણી બાદ કારોબારી ચેરમેન માટે વિવાદ સર્જાયો હતો તે થાળી પાડીને નવા સમિતિ ચેરમેનની વરણી કરાઈ છે. જેમાં મહત્ત્વની કારોબારી સમિતિના ચેરમેન તરીકે વાપીનામિતેશ પટેલની બિનહરીફ વરણી કરાઈ હતી.
વલસાડ જિ.પં.ની અઢી વર્ષની ટર્મ માટે વિવિધ સમિતિ ચેરમેનની વરણી કરાઈ છે તેમાં અપીલ સમિતિ ચેરમેન તરીકે મનહર પટેલ (પ્રમુખ જિ.પં.), દંડક તરીકે વિનયભાઈ ધોડી (ઉમરગામ, શાસકપક્ષ નેતા મુકેશ પટેલ (પારડી), કારોબારી ચેરમેન તરીકે મિતેશ પટેલ (વાપી), બાંધકામ ચેરમેન ભરત જાદવ (ઉમરગામ), આરોગ્‍ય ચેરમેન કલ્‍પનાબેન પટેલ (અટગામ), શિક્ષણ સમિતિ કેતન પટેલ (મોટાપોંઢા) ખેતી ઉત્‍પાદન સિંચાઈ, સહકાર ઉર્મિલાબેન બિરારી (બારોલીયા), મહિલા બાળ વિકાસ દિવ્‍યાબેન પટેલ (પારડી) અને સામાજીક ન્‍યાય સમિતિ ચેરમેન મીનાક્ષીબેન ગંગોડા (કપરાડા)ની બીનહરીફ વરણી કરાઈ છે. વરણી બાદ નવા અધ્‍યક્ષોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

Related posts

દાનહ પોલીસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે હાથ ધરેલી દંડાત્‍મક કાર્યવાહી

vartmanpravah

વાપી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ અવસરે ‘ગરીબોની બેલી સરકાર’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે જોગવાડ થી કાંકરીયા માર્ગ પર કારમાંથી દારૂ સાથે 3ની કરેલી ધરપકડ : રૂા.9.70 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો

vartmanpravah

દાનહના નરોલી ખાતે 300 વર્ષ જૂના સતી માતા મંદિરનો કરાયો જીર્ણોદ્ધાર

vartmanpravah

વાપી પાલિકાએ વેરા વસૂલાત અભિયાનમાં 8 ઓફિસો અને 1 ગેરેજને તાળું મારવા સાથે બે ચાલીના કાપેલા નળ જોડાણ 

vartmanpravah

સેલવાસ ખાતે ગુડ ફ્રાઈડેના દિને ખ્રિસ્‍તી સમાજ દ્વારા ક્રોસ લઈ કાઢવામાં આવેલી શોભયાત્રા

vartmanpravah

Leave a Comment