હરિયાણા ભિવાની પરનામી આશ્રમ પ્રમુખ સ્વામિ સદાનંદજીની નિશ્રામાં સેન્ટોસા સીટીમાં કાર્યક્રમ યોજાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.26: તપસ્યાથી જ દરેક પ્રકારની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. તપસ્યા વગરની મળેલી સફળતા પાણીના પરપોટા જેવી છે. સિધ્ધિ પ્રાપ્ત કરી સદ્દઉપયોગ કરનાર યશનો ભાગીદાર બને છે. જેનુ શ્રેષ્ઠ ઉદાહરણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે. ગરીબ ઘરમાં જન્મીને તપસ્યાના બળ ઉપર આજે ભારત માતાની ગરીમા દેશ અને દુનિયામાં વધારી રહ્યા છે. રવિવારે ડુંગરા વાપી સેન્ટોસા સીટીમાં આયોજીત સત્સંગ કાર્યક્રમમાં પ્રવચન આપતા હરિયાણા ભિવાની સ્થિત પરનામી આશ્રમના પ્રમુખ સ્વામી સદાનંદજીની નિશ્રામાં યોજાયેલ સત્સંગ કાર્યક્રમમાં ઉચ્ચાર્યા હતા.
આગામી ઓક્ટોમ્બરમાં વાપીમાં આયોજીત થનાર ભાગવત સપ્તાહના ઉપલક્ષમાં સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો. સ્વામિ સદાનંદજીએ દશ વર્ષ સેનામાં સેવા આપી દેશ સેવા બાદ નિવૃત્તિ લઈને ધર્મ અને સમાજ સેવા માટે ભ્રહ્મચર્ય વ્રત લઈ સન્યાસ ગ્રહણ કર્યો છે.તેઓ અત્યાર સુધી એક લાખ પોલીયો ગ્રસ્ત દર્દીઓનો ઈલાજ કરાવી ચૂક્યા છે. સમાજ સેવા હેતુ વાપીમાં ભાગવત કથાનું આગામી ઓક્ટોમ્બરે આયોજન થનાર છે તેની તૈયારીઓનો આરંભ શરૂ થઈ ચૂક્યો છે. સત્સંગ કાર્યક્રમમાં રાજસ્થાન પ્રગતિ મંડળના ટ્રસ્ટી, બી.કે. દાયમા, પાલિકા શાસકપક્ષ નેતા નિલેશ ભંડારી, વિ.પ્ર. ફાઉન્ડેશન યુવા મંચ પ્રદેશ સંગઠન મંત્રી સુનિલ શર્મા સહિત ગણમાન્ય લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.