September 2, 2026
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદેશ

દમણ જિલ્લા આંતર શાળા કબડ્ડી સ્‍પર્ધાનું થઈ રહેલું આયોજન

મંગળવારે રમાયેલી અંડર-14 છોકરાઓની પ્રથમ સ્‍પર્ધામાં જી.યુ.પી.એસ., મોડલ સ્‍કૂલ નાની દમણ વિજેતા બની

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના યુવા બાબતો અને રમત ગમત વિભાગ દ્વારા કેન્‍દ્ર શાસિત પ્રદેશની રમત ગમત સંસ્‍કૃતિ હેતુ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશમાં યુવા કાર્યક્રમ અને રમત ગમત વિભાગના સચિવ ડો. અરૂણ ટી. અને રમત ગમત વિભાગના નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તાના સહયોગથી દમણમાં જિલ્લા સ્‍તરીય આંતર શાળા રમત ગમત સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે તા.16મી ઓક્‍ટોબરના રોજ જિલ્લા સ્‍તરીય આંતર શાળા રમત ગમત સ્‍પર્ધામાં અંડર 14છોકરાઓ માટે કબડ્ડી સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણ જિલ્લાની 22 શાળાની ટીમોએ આનંદ અને ઉત્‍સાહથી ભાગ લીધો હતો.
મંગળવારે રમાયેલી દમણ જિલ્લા આંતરશાળા કબડ્ડી સ્‍પર્ધામાં અંડર 14 છોકરાઓની શ્રેણીમાં જી.યુ.પી.એસ., મોડલ સ્‍કૂલ દમણ વિજેતા બની હતી. જ્‍યારે જી.યુ.પી.એસ., રિંગણવાડા (અંગ્રેજી માધ્‍યમ) શાળા રનર્સ અપ રહી હતી અને ત્રીજા સ્‍થાને દિવ્‍ય જ્‍યોતિ આવી હતી.
આ દમણ જિલ્લા આંતરશાળા કબડ્ડી સ્‍પર્ધાને સફળ બનાવવા માટે તાલુકા રમત ગમત સંયોજક અને દમણ જિલ્લાના વિવિધ શાળાઓના શારીરિક શિક્ષણના શિક્ષકો અને વિભાગના કોચ તથા કર્મચારીઓ તેમનું યોગદાન આપી રહ્યા છે.

Related posts

દાનહ આદિવાસી એકતા પરિષદ દ્વારા ટોરેન્‍ટ પાવર કંપની પાસેથી વીજ વિતરણનો કરાર રદ્‌ કરવા કલેક્‍ટરને રજૂઆત : પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

દાનહમાં અફવાને કારણે પોસ્‍ટ ઓફિસ સામે મહિલાઓની જામેલી ભીડ

vartmanpravah

સંઘપ્રદેશના ઔદ્યોગિક વિકાસની ઝાંખીનો નઝરાણો ઉન્નતિ એક્‍સ્‍પોનો રવિવારથી આરંભ

vartmanpravah

આજે કરમબેલી-ભિલાડ વચ્‍ચે આરઓબીના ગડર લોંચ કામગીરીને લઈ કેટલીક ટ્રેન પ્રભાવિત થશે

vartmanpravah

વાપી મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ દ્વારા 22મી ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ : પાટીદાર ઈલેવન ફાઈનલ વિજેતા: નાણાં-ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વિજેતા ટીમોને ટ્રોફી અર્પણ કરાઈ

vartmanpravah

વલસાડ એન.એચ. કોમર્સ કોલેજમાં પેપર ફૂટવાના આક્ષેપ મામલે વિદ્યાર્થીઓએ કોલેજ માથે લીધી

vartmanpravah

Leave a Comment