August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના ફડવેલ મુખ્‍ય માર્ગ ઉપર મોટર સાયકલ સવાર વીજ કંપનીના કર્મચારી ઉપર દીપડાએ હુમલો કરતા ચકચાર

અન્‍ય બે લોકોએ પણ દીપડાને જોતા સમગ્ર વિસ્‍તારમાં ફેલાયેલો ભયનો માહોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.18: ચીખલી તાલુકામાં દીપડાએ છેલ્લા કેટલાક દિવસોથી હાહાકાર મચાવી દીધો છે. સાદકપોરમાં દીપડાના હુમલામાં એક યુવતી અને વાછરડાનું મોત નીપજવાની ઘટના બાદ ખુડવેલ પીપલગભાણ અને સાદડવેલમાં દીપડો જોવા મળ્‍યો હતો. અને આજે ખૂંધ પોકડા બામણવેલ માર્ગ ઉપર શિકારને દબોચી જતો દીપડાનો કથિત વિડીયો વાયરલ થયો હતો. આ દરમિયાનરાત્રે આઠેક વાગ્‍યેના અરસામાં ફડવેલ ગામના નાગજી ફળિયા મુખ્‍ય માર્ગ ઉપર મોટર સાયકલ પર નવા ફળિયા પોતાના ઘરે જઈ રહેલ વ્‍યારા વીજ કંપનીની કચેરીમાં સ્‍ટોર કીપર તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ ખુશાલભાઈ પટેલ ઉપર દીપડો ધસી આવી મોટર સાયકલના ગાર્ડ સાથે અથડાયા બાદ પગમાં પંજો મારતા પગમાં ઈજા થઈ હતી અને પેન્‍ટ પણ ફાટી ગયું હતું. જોકે તેમનો આબાદ બચાવ થયો હતો. આ જ દરમિયાન આ માર્ગ પરથી પસાર થતા સાદડવેલ સોનારીયાના ઉમેશભાઈ ધીરુભાઈ આહીર તથા ધોલી ફળિયાના ક્રિષ્‍ના ભીખુભાઈ પટેલ ઉપર પણ દિપડો ઘુરકયો હતો. બનાવ અંગેની જાણ સ્‍થાનિક તાલુકા સભ્‍ય મહેશભાઈ, પૂર્વ સરપંચ હરીશભાઈ વિગેરેએ કરતાં વન વિભાગનો સ્‍ટાફ ગણતરીના સમયમાં જ પહોંચી જઈ પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી. ચીખલી તાલુકાના ઘણા ગામોને દીપડાએ રીતસર માથે લેતા લોકોમાં દહેશતનો માહોલ સર્જાવવા પામ્‍યો છે.

Related posts

ઈનરવ્‍હીલ ક્‍લબ ઓફ વાપી તરફથી ઈનરવ્‍હીલના શતાબ્‍દી વર્ષમાં ત્રણ શાળાઓમાં 100 બેન્‍ચનું દાન અપાયું

vartmanpravah

ચીખલી તાલુકામાં આરોગ્‍ય વિભાગ દ્વારા 12 પીએચસીમાં સર્વે કરાયોઃ 960 તાવના કેસો મળ્‍યા, ડેન્‍ગ્‍યુ-મેલેરિયાના એક પણ કેસ નહીં

vartmanpravah

ચીખલી તાલુકાના સુરખાઈ ગામથી ખેતરમાંથી મૃત હાલતમાં દીપડી મળી આવીઃ વનવિભાગે હાથ ધરેલી તપાસ

vartmanpravah

જામલીયા ગામની શ્રમ આશ્રમ કુમાર છાત્રાલયમાં લંડન પરિવાર દ્વારા પુણ્‍યતિથીએ આનજ વિતરણ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનના રાજભાષા સચિવ નિખિલ દેસાઈ અને સંયુક્‍ત સચિવ અરુણ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ સેલવાસમાં ‘હીન્‍દી પખવાડા’નો સમાપન અને પુરસ્‍કાર વિતરણ સમારંભ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનનો મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવાનો ઔર એક નવતર પ્રયાસઃ પટલારા ખાતે ટેલરિંગ ક્‍લાસનો આરંભ

vartmanpravah

Leave a Comment