Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ જિલ્લા ભાજપના અધ્‍યક્ષ તરીકે મોહનભાઈ લકમને સંભાળેલો વિધિવત્‌ અખત્‍યાર

જિલ્લા ભાજપના નવનિયુક્‍ત અધ્‍યક્ષ મોહનભાઈ લકમનના દીવ જિલ્લાના દરેક આગેવાનો અને સામાન્‍ય લોકો સાથે પણ અંગત અને પ્રેમભર્યાસંબંધો હોવાના કારણે ભાજપનો વધનારો જનાધાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.18 : દીવ જિલ્લા ભાજપના નવનિયુક્‍ત અધ્‍યક્ષ શ્રી મોહનભાઈ લકમને આજે વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લીધો હતો.
દીવ ભાજપ કાર્યાલય ખાતે ભગવાન ગણપતિના પૂજન બાદ દીવ જિલ્લાના આગેવાનો સાથે ચર્ચા-વિચારણાં કરી 2024 લોકસભા ચૂંટણી માટે અત્‍યારથી જ રણનીતિ બનાવવાની તૈયારી કરી હતી.
દીવ જિલ્લા ભાજપના નવનિયુક્‍ત અધ્‍યક્ષ શ્રી મોહનભાઈ લકમનના દરેક આગેવાનો અને સામાન્‍ય લોકો સાથે પણ અંગત અને પ્રેમભર્યા સંબંધો હોવાના કારણે જિલ્લામાં ભાજપનો જનાધાર વધશે એવું આકલન વ્‍યક્‍ત થઈ રહ્યું છે.
આજે શ્રી મોહનભાઈ લકમને નવનિયુક્‍ત જિલ્લા અધ્‍યક્ષ તરીકે પોતાનો કાર્યભાર સંભાળ્‍યો ત્‍યારે તેમને શુભેચ્‍છા આપવા માટે દીવ નગરપાલિકાના અધ્‍યક્ષ શ્રીમતી હેમલતાબેન સોલંકી, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી કિરીટભાઈ વાજા, દીવ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રી રામજીભાઈ ભીખા, દીવ ન.પા.ના ઉપ પ્રમુખ શ્રી હરેશભાઈ પાંચા, દીવ જિ.પં.ના ઉપ પ્રમુખ શ્રીમતી લક્ષ્મીબેન મોહનભાઈ, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ભવ્‍યેશભાઈ રામજીભાઈ, કાઉન્‍સિલર શ્રી વિપુલભાઈ, શ્રી ક્રિડનભાઈ, ભાજપ અગ્રણી શ્રી રામજીભાઈ સોમા પારસમણિ, શ્રી પૂજાભાઈ બામણિયા, શ્રી ભીખાભાઈ વૈશ્‍ય, શ્રી વિનોદભાઈ, શ્રી કિશોરભાઈકાપડિયા, શ્રી પ્રકાશભાઈ બારિયા તથા મુસ્‍લિમ સમાજના પટેલ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

શ્રી જય અંબે સૌરાષ્‍ટ્ર સિનિયર સીટીઝ અને મહિલા મંડળના સહયોગથી શરદપૂર્ણિમા નિમિત્તે રાસ ગરબા યોજાયા

vartmanpravah

પારડીની પરણીતાએ પતિ અને સસરા વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી

vartmanpravah

દપાડા ગામના ગુમ થયેલ યુવાનની લાશ ખડોલીની પથ્‍થરની ખાણમાંથી મળી આવીઃ હત્‍યા કરાયેલ હોવાનો પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ

vartmanpravah

વાપી ચલા બુનમેક્‍સ સ્‍કૂલમાં બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું : 53 શાળાના બાળકોએ ભાગ લીધો

vartmanpravah

કપરાડામાં કૃષિ સખી અને પશુ સખી ત્રિદિવસીય તાલીમનો પ્રારંભ

vartmanpravah

ટ્રક ડ્રાઇવરને ઝોકું આવતા બે ટ્રકો સામસામે અથડાઈ: પારડી ચીવલ રોડ ખાતે મોડી રાત્રે થયેલો અકસ્‍માત

vartmanpravah

Leave a Comment