July 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના પરિયામાં મહાકાય અજગર ઘર નજીક આવી મરઘાંનું મારણ કરતા ફેલાયેલો ભયનો માહોલ

જીવ પ્રેમીએ સહી સલામત રીતે 10 ફૂટથી વધુ લંબાઈ ધરાવતા અજગરનું રેસ્‍કયુ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.18: પારડી તાલુકાના પરિયા ગામે બંધાડી ફળિયામાં આજરોજ સાંજે સુમનભાઈ પટેલના ઘર નજીક એક મહાકાય અજગર આવી ચઢયો હતો અને ત્‍યાં તે તેણે એક મરઘાંનું મારણ કર્યું હતું. આ મહાકાય અજગરને જોતા જસ્‍થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને આ બાબત તેઓએ પરિયાના વેલવાગડ ખાતે રહેતા જીવ પ્રેમી એવા રજનીભાઈને આ બાબતે જાણ કરી હતી અને તેઓ ઘટના સ્‍થળે પહોંચી જઈ સહી સલામત રીતે અજગરનું રેસ્‍કયુ કરી લીધું હતું. આ અજગર અંદાજે 10 ફૂટથી વધુ લંબાઈ ધરાવતો હતો જેનું રેસકયું થતાં જ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને આ અજગરને ફોરેસ્‍ટ વિભાગને જાણ કર્યા બાદ જંગલમાં મુક્‍ત કરવામાં આવશે જેવું રજનીભાઈએ જણાવ્‍યું હતું.

Related posts

રાનવેરીકલ્લા ગામે દીપડાએ વાછરડા ઉપર હુમલો કરતા ગ્રામજનોમાં દહેશત

vartmanpravah

પારડી હાઈવે ઉપર પેટ્રોલ ભરેલુ હેવી ટેન્‍કર ખાડામાં પટકાયું : પેટ્રોલ લીકેજ નહીથતા મોટી હોનારત ટળી

vartmanpravah

સેલવાસ નક્ષત્ર વન ગાર્ડનમાં સહેલગાહે આવતાં દરેક લોકોએ હવે ફી ચૂકવવી પડશે

vartmanpravah

દાદરા નગર હવેલી ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ કરાટે સ્‍પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ કરાયા

vartmanpravah

સરીગામની લક્ષ્મી વિદ્યાપીઠમાં ‘દે ઘૂમાકે’ આંતર શાળા ક્રિકેટ પ્રતિયોગીતાનો પ્રારંભ

vartmanpravah

ગેરકાયદેસર દારૂની હેરાફેરીમાં એક્‍સાઇઝ વિભાગ દ્વારા ફક્‍ત વાહનોના ચાલકોની જ ધરપકડ કરાતી હોવાથી દાનહમાં દારૂના અસલી તસ્‍કરો/બુટલેગરોને પકડી કડક કાર્યવાહી કરવા પ્રદેશ શિવસેના પ્રમુખ શ્વેતલ ભટ્ટે એક્‍સાઇઝ કમિશ્નરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

Leave a Comment