(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.26: બુદ્ધિષ્ઠ કુંગ ફુ ફેડરરેશન ઓફ ઈન્ડિયા દ્વારા નેશનલ કુંગ ફુ ચેમ. નું આયોજન છત્તીસગઢ ખાતે તારીખ 21 અને 22 ડિસેમ્બરે થયું હતું. જેમાં ઓમ સાંઈ સેવા ટ્રસ્ટ દ્વારા નવસારીની આશ્રમશાળાનાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ફિમેલમાં અંડર 12 માં વેપન તેમજ ફ્રી હેન્ડ બન્નેમાં રુચિ ગોયલે ગોલ્ડ મેડલ જીત્યો હતો. અંડર 16 માં ફ્રી હેન્ડમાં જસવન્તા પાસીએ સિલ્વર જીત્યો હતો. 16 વર્ષથી ઉપરની કેટેગરીમાં નિશાએ સિલ્વર મેળવ્યો હતો. જ્યારે મેઈલ ફ્રી હેન્ડમાં અંડર 12 માં નીલ લાડે ગોલ્ડ, અંડર 16 માં પીનલ ભૂસારાએ સિલ્વર તેમજ 18 વર્ષથી ઉપરની કેટેગરીમાં અનસ શેખે ગોલ્ડ જીત્યો હતો. નવસારી માટે ખૂબ ગર્વની વાત. નવસારીની જનતાએ તેમજ ઓમ સાંઈ ટ્રસ્ટે વિદ્યાર્થીઓને અભિનંદન તેમજ શુભેચ્છાઓ પાઠવી હતી.

Next Post