October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી વી.આઈ.એ. ઈમ્‍પેક્‍ટનું આઠમું નજરાણું : વાંસળી અને સુદર્શન વિષય ઉપર કવિ અંકિત ત્રિવેદી છવાયા

શ્રી કૃષ્‍ણ, રાધાના વિભિન્ન સ્‍વરૂપનું શ્રોતાઓને રસપાન કરાવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17
વાપી વી.આઈ.એ. ઓડિટોરિયમમાં મંગળવારે સાંજના વરસાદી માહોલ વચ્‍ચે ગુજરાતી સાહિત્‍યના આધુનિક કવિ, વિવેચક અને સંપાદક તરીકે મશહૂર બનેલા અંકિત ત્રિવેદીના સાનિધ્‍યમાં વી.આઈ.એ. દ્વારા ‘‘વાંસળી અને સુદર્શન” વિષયની પરિભાષામાં ઈમ્‍પેક્‍ટનું આઠમું નજરાણુંવિશિષ્‍ટ શ્રોતાઓની ઉપસ્‍થિતિમાં યોજાયું હતું.
કાર્યક્રમના પ્રારંભમાં વી.આઈ.એ. કમીટી મેમ્‍બર પરાગ દોશીએ મુખ્‍ય વક્‍તા અંકિત ત્રિવેદીનો સંક્ષિપ્ત પરિચય આપ્‍યો હતો તેમજ માનદમંત્રી કલ્‍પેશ વોરાએ ઈમ્‍પેક્‍ટ ટોક શરૂ કરવાનો ઉદ્દેશ સમજાવ્‍યો હતો. વી.આઈ.એ. દ્વારા વિશિષ્‍ટ કેરેક્‍ટરોને આમંત્રિને જ્ઞાન, ગોષ્‍ઠીનું આયોજન કરવામાં આવે છે. અત્‍યાર સુધી 7 પ્રતિભાઓ, વાપી વી.આઈ.એ.માં પધારી ચુક્‍યા છે. જેમાં ડો.પવન અગ્રવાલ (ડબ્‍બા ટિફિન મેનેજમેન્‍ટ મુંબઈ), પ્રિયા કુમાર, સુરેશ શ્રીનિવાસન, મનન દેસાઈ, ચેતના ગાલા સિન્‍હા, ચેતન ભગત તથા જી.અન્નાદુરલ જેવી પ્રતિભાઓ વી.આઈ.એ.ના ઈમ્‍પેક્‍ટ ટોક શોમાં મુખ્‍ય અતિથિ તરીકે આવી ચૂક્‍યા છે. આગામી સમયે બોમન ઈરાની, સંજય રાવલ, ડો.સુભાષ ચન્‍દ્રા જેવી હસ્‍તીઓ લાવવાનું વી.આઈ.એ.નું પ્‍લાનીંગ છે. અંકિત ત્રિવેદી ગુજરાતના પ્રથમ પંક્‍તિના કવિ, લેખક અને મોટીવેટર છે. તેમણે શ્રી કૃષ્‍ણ ગીતા અને અર્જુન વિષાદ, ગીતા રહસ્‍યો ઉપર માર્મિક પ્રકાશ પાડયો હતો. અંતે શ્રોતાઓના પ્રશ્નોના ઉત્તર આપ્‍યા હતા. વી.આઈ.એ. પ્રમુખ કમલેશ પટેલ અને ટીમે સ્‍મૃતિ ચિન્‍હ આપી અંકિત ત્રિવેદીનું સન્‍માન કર્યું હતું તેમજ માનદમંત્રી સતીષ પટેલએ આભારવિધિ કરી હતી.

Related posts

દૂધની પંચાયતમાં મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાશે

vartmanpravah

આજે વલસાડ 20 રાઉન્‍ડ, કપરાડા 22 રાઉન્‍ડ, ધરમપુર 21 રાઉન્‍ડ, પારડી 18 રાઉન્‍ડ, ઉમરગામ 20 રાઉન્‍ડમાં મતગણતરી પૂર્ણ થશે

vartmanpravah

દીવમાં ગેરકાયદે તાણી બાંધેલ મિલ્‍કતોને સ્‍વયં માલિકે સ્‍વૈચ્‍છાએ તોડી પાડી બતાવેલી હકારાત્‍મકતા

vartmanpravah

મહિલા પ્રસૂતી ગૃહના પાછળના ભાગે દર્દી સાથે ઘોર નિંદ્રામાં શ્વાન: ચીખલીની સબ જિલ્લા હોસ્પિટલની બેદરકારી ઉજાગર

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે મલવાડા ઓવરબ્રિજ પાસેથી દારૂ ભરેલ ઈનોવા સાથે એકની ધરપકડ કરી : રૂા.6.83 લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો

vartmanpravah

ઉમરગામના અચ્‍છારી ખાતે વયોવૃદ્ધ 73 વર્ષની મહિલાની જમીન હડપી લેવા સુરતના ગુંડાઓને અપાયેલી સોપારી

vartmanpravah

Leave a Comment