Vartman Pravah
Breaking NewsOtherઉમરગામડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના રીંગ રોડ પર રોકડ સહિત ડોક્‍યુમેન્‍ટની ચોરીની ખોટી ફરિયાદ નોંધાવનાર સામે પોલીસે હાથ ધરેલી કાયદાકીય કાર્યવાહી

ફરિયાદી નરેશ ગુલાબ વારલીએ પોતે જ એલ.આઇ.સી. પ્રીમિયમના નાણાં વેડફી નાંખ્‍યા બાદ તેની કારમાંથી ચાર અજાણ્‍યા ઈસમો બાઈક પર આવી બેગ તફડાવીને ફરાર થઈ ગયા હોવાની નોંધાવેલી ખોટી ફરિયાદઃ પોલીસની સઘન પૂછપરછમાં થયેલો ખુલાસો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19: સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં રીંગ રોડ પર લાઈફ ઈન્‍સ્‍યુરન્‍સ કોર્પોરેશન (એલ.આઇ.સી.) એજન્‍ટના હેલ્‍પર તરીકે કામ કરતા વ્‍યક્‍તિની કારમાંથી ચાર અજાણ્‍યા ઈસમો બાઈક પર આવી બેગ લઈને ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ નોંધાવા પામી હતી. જેની પોલીસ દ્વારા તપાસ કરાતા સંપૂર્ણ ફરિયાદ ખોટી હોવાનું સામે આવતા સેલવાસ પોલીસ દ્વારા ફરિયાદી સામે ખોટી એફ.આઈ.આર. દાખલ કરાવવા બદલ ફરિયાદી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર 16 ઓક્‍ટોબરના રોજ નરેશ ગુલાબ વારલી, રહેવાસી ભીલાડ, ગુજરાત. જેઓએ સેલવાસ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કર્યો હતો અને જાણ કરી હતી કે,તે એલ.આઇ.સી. એજન્‍ટના હેલ્‍પર તરીકે કામ કરે છે. બપોરના સમયે તેઓ વીમા પ્રીમિયમની રકમ રૂપિયા 84 હજાર લઈને વાપી ખાતે જમા કરાવવા માટે નીકળ્‍યો હતો ત્‍યારે એની અમેઝ કાર નંબર એમપી-09 સીએસ-8749 રીંગ રોડ પર ભુરકુડ ફળિયા ખાતે અયપ્‍પા મંદિર પાસે એફઝેડ અને સીબીઝેડ બાઈક પર આવેલા ચાર અજાણ્‍યા શખ્‍સો કારના કાચ તોડી તેમની બેગ આંચકીને 84 હજાર લઈ ફરાર થઈ ગયા હતા. આ માહિતીના આધારે સેલવાસ પોલીસે એફ.આઈ.આર. નંબર 406/2023 દ્વારા સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં કેસ નોંધ્‍યો હતો.
ગુનાની ગંભીરતા જોતા સેલવાસ પોલીસ સ્‍ટેશન અને ક્રાઇમ બ્રાન્‍ચની સંયુક્‍ત તપાસ ટીમે કેસને ઉકેલવા માટે ટેક્‍નિકલ સર્વેલન્‍સ અને બાતમીના આધારે પુરાવા એકત્રિત કરવાના પ્રયાસો કર્યા હતા. પુરાવાઓ ફરિયાદીના નિવેદન સાથે સમર્થન આપતા ન હોવાથી ફરિયાદીની ફરીથી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન ફરિયાદીએ ગોળ ગોળ જવાબ આપતા પોલીસે સઘન પૂછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે, પોતે તેના અંગત ઉપયોગ માટે એલ.આઇ.સી. પ્રીમિયમની રકમનો દુરૂપયોગ કર્યો હતો તેથી વાર્તા બનાવી ખોટી એફ.આઈ.આર. નોંધાવી હતી.
ઉપરોક્‍ત બાબતોને ધ્‍યાનમાં રાખીને ખોટી એફ.આઈ.આર. કરવા બદલ નરેશ ગુલાબ વારલી સામે કાયદા મુજબ કાર્યવાહી કરવા માટેકોર્ટમાં રિપોર્ટ દાખલ કરી દાનહ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.

Related posts

આર.બી.આઈ.ના બેંકિંગ લોકપાલ કાર્યાલય અને દાનહ બેંક ઓફ બરોડા દ્વારા ખાનવેલ ખાતે ગ્રાહક જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશને ચેરિટી કમિશનરના પરિપત્રની સ્‍વીકારેલી ગંભીરતા

vartmanpravah

સરીગામની કોરમંડલ ઇન્ટરનૅશનલ લિ.માં કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

દીવ બીચ ગેમ્‍સ-2024ની આનંદ,ઉત્‍સાહ અને રોમાંચ સાથે પુર્ણાહૂતિ

vartmanpravah

શંકાસ્‍પદ સળીયા ભરેલો ટેમ્‍પો ઝડપતી પારડી પોલીસે ઝડપ્‍યો

vartmanpravah

માનવ-કેન્‍દ્રિત વૈશ્વિકરણ સૌને સાથે લઈને, જી20ને અંતિમ છેડા સુધી લઈ જવાનો પ્રયાસ – નરેન્‍દ્રમોદી

vartmanpravah

Leave a Comment