Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણ

નાની દમણની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક મોડલ શાળાના વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની ખો-ખો સ્‍પર્ધામાં મેળવેલો પ્રથમ ક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.19 : આજે રમત ગમત વિભાગ, દમણ દ્વારા આયોજિત દમણની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ માટે જિલ્લા વર્ગ (આંતર શાળા જિલ્લા) રમત ગમત સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ગઈકાલની જેમ જ આંતર જિલ્લા કક્ષાની ખો-ખો સ્‍પર્ધામાં સરકારી ઉચ્‍ચતર પ્રાથમિક મોડલ શાળાએ ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થી ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી પ્રથમ ક્રમે વિજેતા બન્‍યા હતા.
આ પ્રથક ક્રમે વિજેતા બનેલ ટીમના કેપ્‍ટન નસીબ તથા સમગ્ર ટીમનું મેડલ અને ટ્રોફીથી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. મોડેલ સ્‍કૂલ નાની દમણના શિક્ષક શ્રી મહાલપ્‍પા તેમના માર્ગદર્શક રહ્યા હતા.
મોડલ સ્‍કૂલના નવનિયુક્‍ત મુખ્‍ય શિક્ષક શ્રી કિરીટભાઈએ રમત ગમતમાં ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ અને તેમના માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

શસ્રો એકત્ર કરવાં, તે વાપરતાં શીખવું તથા ઉપલબ્‍ધિના સ્‍થાનથી દાદરા નગર હવેલી સુધી પહોંચાડવાં એ અત્‍યંત મહત્ત્વનું અને જોખમી કામ હતું

vartmanpravah

સંઘપ્રદેશના સસ્‍પેન્‍ડેડ પી.આઈ. પંકેશ ટંડેલની પોર્ટુગલ નાગરિકતા હોવાથી પોલીસ સેવામાંથી કરાયેલી હકાલપટ્ટી : સંઘપ્રદેશના ડીઆઈજી મિલિંદ દુમ્‍બેરેએ જારી કરેલો આદેશ 

vartmanpravah

દીવ ભાજપ દ્વારા ડો.ભીમરાવ આંબેડકરની 131મી જન્‍મજયંતિ નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સાયલી નહેર નજીકથી યુવતીની લાશ મળી આવતા ચકચાર

vartmanpravah

દમણ જિલ્લા કોળી સમાજના કાર્યકારી પ્રમુખ તરીકે જયંતિભાઈ પટેલની બે માસ માટે વરણીઃ ફક્ત પ્રમાણપત્ર ઉપર હસ્તાક્ષર કરવાનો અધિકાર

vartmanpravah

પારડીમાં ભંડારી જ્ઞાતિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment