October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ-નરોલી રોડ પર એક ચાલીના રુમમાં આગ લાગતા મચેલી દોડધામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : દાદરા નગર હવેલીના સેલવાસ-નરોલી રોડ નજીક માઈક્રો ટાવરની પાછળ આવેલ એક ચાલીના રૂમમાં કોઈક કારણોસર આગ લાગી હતી. આગના કારણે લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આગના કારણેરૂમમાં રાખેલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર સેલવાસ-નરોલી રોડ પર માઈક્રો ટાવરની પાછળ આવેલ દિલીપભાઈની ચાલમાં રહેતા માધુભાઈના રૂમમાં સવારના સમયે તેઓ અને એમની પત્‍ની નોકરી પર નીકળી ગયા હતા અને એમના બાળકો પણ શાળાએ જવા નીકળી ગયા હતા. સવારે દસ વાગ્‍યાના સુમારે એમના રૂમમાંથી અચાનક ધુમાડો નીકળતા આજુબાજુના રહેવાસીઓએ જોતાં તેઓમાં ગભરાટ ફેલાયો હતો. તાત્‍કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરા લાશ્‍કરોની ટીમ ઘટના સ્‍થળે આવી પહોંચી હતી. સાથે પોલીસની ટીમ પણ પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ સતત પાણીનો મારો ચલાવી લગભગ એક-દોઢ કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવા સફળતા મળી હતી.
રૂમમાં રાખેલ ઘરવખરી સહિત પલંગ, ગાદલાં, કબાટ, ઘરેણાં વગેરે કિંમતી સામાન પણ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર વિભાગના અધિકારીના જણાવ્‍યા પ્રમાણે ઘરમાં સવારે કરવામાં આવેલ દીવા-અગરબત્તીના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્‍યું હતું. ઘટનામાં કોઈપણ જાનહાની કે ઈજાની ઘટના બનવા પામેલ નથી. વધુ તપાસ પોલીસ કરી રહી છે.

Related posts

એંઠવાડો ઉલેચી કચરો કે પ્લાસ્ટિક ખાતી, રઝળતી અને કત્તલખાને કપાતી ગાયનું રક્ષણ કરવું એ દરેક ભારતીય નાગરિકની ફરજ છે

vartmanpravah

સરકારી અનાજના ગોડાઉન ઉપર અનાજનો જથ્‍થો નહીં આવતા નવસારી જિલ્લામાં હજારો રેશનકાર્ડ ધારકો છેલ્લા પાંચ માસથી તુવેરદાળથી વંચિત

vartmanpravah

વાપી ટાઉન પોલીસની પ્રોહિબિશન ગુનાની વોન્‍ટેડ મહિલા આરોપી સુરત પોલીસે ઝડપી લીધી

vartmanpravah

મોટી દમણ નવા જમ્‍પોરના નવયુવાન જતિન માંગેલાનું નવું સ્‍ટાર્ટઅપઃ મોટી દમણ લાઈટ હાઉસ ખાતે ધ એટલાન્‍ટિક વોટર સ્‍પોર્ટ્‍સની શરૂઆત

vartmanpravah

પિતાએ ઠપકો આપતા ઘર છોડી ગયેલી વલસાડની યુવતીને અભયમની ટીમે પરત માતા પિતાને સોંપી

vartmanpravah

પાણી પૂરવઠા રાજ્યમંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીએ વલસાડના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

vartmanpravah

Leave a Comment