Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

મોટી તંબાડી ખાતે 128.9પ લાખના ખર્ચે પાંચ વિકાસકાર્યોના લોકાર્પણ/ ખાતમુહૂર્ત કરતા પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરી 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.20:

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના મોટીતંબાડી ગામે રૂા. 97.4પ લાખના ખર્ચના ચાર વિકાસકાર્યોના લોકાર્પણ તેમજ રૂા.31.પ0 લાખના ખર્ચે નવા બનાવવામાં આવનારા સ્‍લેબ ડ્રેઇના કામનું ખાતમુહૂર્ત  મળી કુલ રૂા. 128.9પ લાખના ખર્ચે પાંચ વિકાસ કાર્યોના લોકર્પણ અને ખાતમુહૂર્ત કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ(સ્‍વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજયમંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીના વરદ હસ્‍તે કરાયા હતા.

આજે લોકાર્પણ કરાયેલા કામોમાં મોટી તંબાડી વાડી ફળિયા બાબુભાઇના ઘરથી સીલીબોર્ડરને જોઇનિંગ એક કિ.મી. રોડ રૂા.1પ.7પ લાખ, રૂા.4પ લાખના ખર્ચે મોટીતંબાડી મેઇન રોડથી વડીયા ફળિયા રોડથી ચીભડકચ્‍છ જોઇનિંગ ર.40 કિ.મી. રોડ, મોટી તંબાડી મેઇન રોડથી અમર ફળિયા 1.20 કિ.મી. રોડ રૂા.17.44 લાખ જ્‍યારે ખાતમુહૂર્ત કરાયેલા કામમાં રૂા.31.પ0 લાખના ખર્ચે નવા બનાવવામાં આવનારા સ્‍લેબ ડ્રેઇનના કામનો સમાવેશ થાય છે.

આ અવસરે પાણી પુરવઠા રાજયમંત્રી જીતુભાઇ ચૌધરીએ જણાવ્‍યું હતું કે, ગ્રામ પંચાયત એ ગામની મિલકત છે, જેની જાળવણી કરવી એ આપણા સૌનીજવાબદારી છે. રાજ્‍યના દરેક ગામોમાં વિકાસની સાથે પાયાકીય સુવિધાઓ મળી રહે તે માટે રાજ્‍ય સરકાર અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. લોકોની જરૂરિયાત ને ધ્‍યાને રાખી વિવિધ ગામોને જોડતા રસ્‍તાઓ પહોળા બનાવશે. તેની સાથે ફળિયાના રસ્‍તાઓ પણ બનાવવાનું આયોજન કરાયું છે. દરેક ગામોમાં સાતત્‍યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે તે માટે જરૂરિયાત પ્રમાણે સબ સ્‍ટેશન બનાવવામાં આવી રહયા છે. રાજ્‍ય સરકારના બાગાયત અને ખેતી વિભાગની વિવિધ યોજનાકીય સહાય મેળવવા માટે પોર્ટલ ખુલ્લું છે, જેનો દરેક ખેડૂતોને લાભ લેવા જણાવ્‍યું હતું. આયુષ્‍યમાન ભારત યોજના હેઠળ પાંચ લાખ સુધીની તબીબી સહાય મળે છે, જેનો જરૂરિયાતમંદ વ્‍યક્‍તિઓ લાભ મેળવે તેવો અનુરોધ તેમણે કર્યો હતો. ગ્રામ્‍ય વિસ્‍તારમાં રહેતા પ્રજાજનોને કોઈ મુશ્‍કેલી ન પડે અને સરકારના યોજનાકીય લાભો સરળતાથી મળી રહે તે માટે સરપંચ સહિત પદાધિકારીઓ તકેદારી રાખે તે જરૂરી હોવાનું તેમણે વધુમાં જણાવ્‍યું હતું.

પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્‍વાગતગીતો રજૂ કર્યાં હતાં.

આ અવસરે વાપી તાલુકા પંચાયત પ્રમુખ વાસંતીબેન, સરપંચ વિનોદભાઇ, તલાટીકમ મંત્રી વિશાલભાઇ, અગ્રણી રમેશભાઇ, જિલ્લા અને તાલુકા પંચાયત સદસ્‍યો, માર્ગ અને મકાન પંચાયત વિભાગના અધિકારી/કર્મચારીઓ, ગ્રામજનો ઉપન્‍સ્‍થત રહયા હતા.

Related posts

દાનહમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલઃ ફલૂ જેવા રોગચાળામાં થઈ રહેલો વધારો

vartmanpravah

દાનહના નરોલી સ્‍થિત માઉન્‍ટ લિટેરા ઝી સ્‍કૂલને પ્રતિષ્‍ઠિત ટ્રેલબ્‍લેઝર એવોર્ડ એનાયત કરાયો

vartmanpravah

75મા સ્‍વતંત્રતા દિવસ (15 ઓગસ્‍ટ, 2022) નિમિત્તે દાદરા નગર હવેલીની જનતાને સંદેશ

vartmanpravah

વાપી છીરીમાં વધુ એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી : દોડધામ મચી

vartmanpravah

વાપી-વલસાડમાં બે કલાક તોફાની વરસાદ પડયો : વિદાય થયેલો વરસાદ ફરી પડતા જનજીવન પ્રભાવિત

vartmanpravah

દમણની ડિસ્‍ટ્રીક્‍ટ અને સેશન કોર્ટ દ્વારા સગીરા સાથે યૌન ઉત્‍પીડનના આરોપીને 3 વર્ષની જેલની સજાનો આદેશ

vartmanpravah

Leave a Comment