June 10, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

દુણેઠામાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અને ‘સત્‍યાગ્રહ સે સ્‍વચ્‍છાગ્રહ’ અંતર્ગત સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવો તેમજ ઓડીએફ પ્‍લસ અંગેનો ઠરાવ પસાર કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20
આજરોજ તારીખઃ20/09/2021 ના દિને ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અને ‘સત્‍યાગ્રહ સે સ્‍વચ્‍છાગ્રહ’ અંતર્ગત પંચાયત કચેરીમાં સરપંચ, પંચાયત સચિવ તેમજ પંચાયત સભ્‍યો સાથે મળી સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક અંગે ચર્ચા કરીને કાયમી માટે સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવો તેમજ ઓડીએફ પ્‍લસ અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્‍યો હતો.
જે અંતર્ગત સરપંચ તેમજ સભ્‍યો સાથે મળીને પંચાયત વિસ્‍તારમાં સ્‍થળ પર જઈને સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક બાબતે દુકાનો, હોટલો, બાર તેમજ શબ્‍જી, ફ્રુટ જેવા સ્‍ટોલો પર જઈ આ અંગે જાણકારી આપવામાં આવશે તેમજ ઓડીએફ પ્‍લસ અંગે પણ ચર્ચા કરીને જણાવવામાં આવ્‍યું કે પંચાયત વિસ્‍તારના ઘર, બિલ્‍ડીંગ, બાર, હોટલ, રૂમ, દુકાનથી નીકળતો વેસ્‍ટેજ કચરો તેઓ દ્વારા સુખો-ભીનો કચરાને અલગ-અલગ કચરાપેટીમાં નાંખવો કે જેથી મિક્ષનહી થાય તેમજ ઓઈલી વેસ્‍ટેજને પણ અલગ રીતે બાંધીને રાખવો જેથી ગંદકી નહીં થાય.
આ અંગે પણ સરપંચ, તેમજ પંચાયત સભ્‍યો સાથે મળીને ઉપરોક્‍ત ઓડીએફ પ્‍લસ માટે ઘર, બિલ્‍ડીંગ, બાર, હોટલ, રૂમ, દુકાન જેવા સ્‍થળ પર જઈ જાણકારી આપવામાં આવશે. જો આમ કરવામાં નહીં આવે તો જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવશે તેમજ પંચાયત સચિવ તેમજ સ્‍ટાફ સાથે ઠેર-ઠેર જઈને ચેકિંગ હાથ ધરવામાં આવશે અને ઉચિત દંડ ફટકાર આવશે જેની ચર્ચા કરીને ઉપરોક્‍ત અંગેનો આજરોજ ઠરાવ પસાર કરવામાં આવ્‍યો હતો.

Related posts

..લ્‍યો આ બાજુ તો કોઈ નથી..! ક્‍યાંક કપાઈ ગયા ક્‍યાંક અટવાઈ ગયા

vartmanpravah

ચીખલીના કુકેરીમાં દીપડાએ ઘરની પેજારીમાં ધસી જઈ બેડ સાથે બાંધેલા કુતરા પર કરેલો હુમલો

vartmanpravah

દાનહમાં મોપેડ ખરીદીમા બ્રોકર દ્વારા છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. જે.એન.સોલંકીની અધ્‍યક્ષતામાં ગણેશ મંડળો સાથે બેઠકનું થયેલું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને ‘‘વિકાસ સપ્તાહ”ની ઉજવણીના સુચારૂં આયોજન માટે બેઠક મળી

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની લાઈબ્રેરીની મુલાકાત લેતા ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીય, સાંસદ વિનય સહસ્ત્રબુદ્ધે તથા કેન્‍દ્રિય પંચાયતી રાજ રાજ્‍યમંત્રી કપિલ મોરેશ્વર પાટીલ

vartmanpravah

Leave a Comment