October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના આમધરા ગામના લોકો દ્વારા ટીડીઓને આવેદનપત્ર પાઠવી ખોટી ફરિયાદોને ધ્‍યાનમાં ન લઈ મંજૂર થયેલા વિકાસના કામો ઝડપથી શરૂ કરવા કરેલી માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.20: ચીખલી તાલુકાના ટીડીઓ ચેતનભાઈ દેસાઈને તાલુકા પંચાયતના પ્રમુખ રાકેશભાઈ, જિલ્લા પંચાયત સભ્‍ય દીપાબેન, ઉપ પ્રમુખ રમેશભાઈ, કારોબારી સભ્‍ય ધર્મેશભાઈ, ભાજપ પ્રમુખ મયંકભાઈ, સરપંચ કલ્‍પેશભાઈ, પૂર્વ સરપંચ રૂપલબેન, અગ્રણી પિનાકીનભાઈ સહિતનાની ઉપસ્‍થિતિમાં ગ્રામજનો દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્‍યું છે કે 2017 થી 2021 દરમિયાનના પાંચ વર્ષમાં આમધરા ગામમાં અનેક વિકાસના કામો થયા હતા તે દરમિયાન કોઈપણ ફરિયાદ થયેલ નથીત્‍યારે સમરસ ગ્રામ પંચાયત થતા સરપંચ પદે રૂપલબેન આરૂઢ થયા હતા. બાદમાં ચૂંટણી થતા તેમના પતિ કલ્‍પેશભાઈ સરપંચ પદે ચૂંટાઈ આવતા અગાઉના સરપંચના પિરિયડમાં થયેલા તમામ કામોની લેખિત ફરિયાદ, રેલી કાઢવાનું શરૂ થઈ ગયું હતું. પાંચ વર્ષમાં ફરિયાદ કરાઈ ન હતી. ચૂંટણી બાદ જ કેમ કરવામાં આવી? સરપંચ કલ્‍પેશભાઈને ચૂંટણી દરમિયાન આ ટોળકીના સભ્‍યોએ મારતા પોલીસ ફરિયાદ પણ કરાઈ હતી. હાલે પણ એક કામ ચાલુ છે. તેમાં પણ વિવાદ કરી જાતિ વિષયક ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. ગામમાં આદિવાસી રાજ કરે તે ગમતું નથી.
વધુમાં જણાવાયં છે કે, હાલમાં અમારા ગામમાં ઘણા કામો મંજુર છે જે આ ટોળકીને ગમતું નથી. મનરેગા યોજનામાં બેરોજગરોને રોજગાર મળે એ હેઠળ કામ ચાલતું હતું. પરંતુ ફરિયાદો થતા હાલે કામ બંધ છે. હળપતિ આવાસ અને પ્રધાનમંત્રી આવાસના કામો પણ મળેલ નથી. જેથી આ લોકોની ફરિયાદ ધ્‍યાને ન લઈ નિયમ મુજબ દેખરેખ રાખી મંજુર કામો શરૂ કરાવી પૂર્ણ કરાવવાની માંગ કરાઈ હતી. મોટી સંખ્‍યામાં આવેલા લોકોને ટીડીઓ ચેતનભાઈએ કામો શકય એટલા ઝડપથી શરૂ કરાવવાની ખાતરી આપી હતી.

Related posts

પડતર માંગણી મુદ્દે વિરોધઃ વલસાડ જિલ્લાના સરકારી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી

vartmanpravah

દાનહ, દમણ અને દીવ જિલ્લા પંચાયતોના પ્રમુખ-ઉપ પ્રમુખની પસંદગી ભાજપ હાઈકમાન્‍ડ માટે પણ અગ્નિ પરીક્ષા

vartmanpravah

ચીખલીના નોગામા ગામે બે વર્ષથી અધૂરી પાણી પુરવઠાની યોજનાને ઝડપથી પૂર્ણ કરવા માંગ

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી. જે. સરવૈયા સાયકલ પર પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યા

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ઈકો કાર પલટી જતા ભિષણ આગ લાગી : ભડ ભડ આગમાં કાર બળીને ખાખ

vartmanpravah

ચીખલી તાલુકાના વાંઝણા ગામે રાત્રિ દરમિયાન દીપડો ફરતો હોવાના દ્રશ્‍યો સીસીટીવી કેમેરામાં કેદ

vartmanpravah

Leave a Comment